હવે 1 નવેમ્બરથી આવકવેરા સંબંધિત તમામ કામગીરી ઓનલાઇન કરવાની રહેશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઇન્કમટેકસમાં ફેસલેસ એસેસમેન્ટની જાહેરાત તો કરી દેવામાં આવી હતી. પરંતુ તેનો અમલ કયારે થશે તે મુદે અવઢવની સ્થિતી હતી. જ્યારે સીબીડીટીએ આગામી એક નવેમ્બરથી તમામ ઇન્કમટેકસ ઓફિસમાં ફરજિયાત ફેસલેસજ કામગીરી કરવાનો આદેશ કર્યો છે. તેના કારણે ૧ નવેમ્બર બાદ ઇન્કમટેકસ ઓફિસમાં કોઇ પણને મંજૂરી વિના પ્રર્વેશ મળવાની શકયતા નહિવત છે.

ઇન્કમટેકસને લગતી તમામ કામગીરી ફેસલેસ જ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેનો ફરજિયાત અમલ ૧ નવેમ્બરથી કરવાનનો આદેશ પણ સીબીડીટીે આપ્યો છે. તેના કારણે સુરત સહિત તમામ ઇન્કમટેકસ ઓફિસમાં તેની વ્યવસ્થા પણ ઉભી કરી દેવામાં આવી છે. કારણ કે ૧ નવેમ્બર બાદ ઇન્કમટેકસમાં એસેસમેન્ટ ફોર્મ ૧૫ જીનુ કે અન્ય કોઇ સર્ટિફિકેટ લેવાના હોયપ ટ્રસ્ટના હિસાબ કિતાબ રજૂ કરવાના હોય, ઓડિટ રિપોર્ટ આપવાનો હોય તેવી તમામ કામગીરી હવેથી ઓનલાઇન જ કરવામાં આવનાર છે. કારણ કે ઇન્કમટેકસની કલમ ૨૫૩માં જ સુધારો કરી દેવામાં આવ્યો છે. કાયદામાં જ સુધારો કરી દેવામાં આવવાને કારણે આ માટેનો પરિપત્ર પણ બહાર પાડવાની જરૂરિયાત રહેતી હતી. તેમ છતાં સીબીડીટીએ સુરત સહિત દેશની તમામ આઇટી ઓફિસમાં ૧ નવેમ્બરથી આઇટીને લગતી તમામ કામગીરી ઓનલાઇન જ કરવાનો આદેશ આપી દીધો છે.