મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટ્સ’ નહિ સરકાર ખૂદ તૂટશે : અમિત શાહને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસનો ધડાકો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મહારાષ્ટ્ર વિધાનસભાના નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન લોટસ’ નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે, મહાવિકાસ અઘાડી સરકાર પોતાના જ અંતર્વિરોધોના કારણે પડી જશે. તેમણે કહ્યું કે, ભાજપને સરકાર પાડવામાં કોઈ રસ નથી પડી રહ્યો.

ફડણવીસે દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ આ નિવેદન આપ્યું. એક કલાક સુધી બંધ રૂમમાં અમિત શાહ સાથે તેમની ચર્ચા થઈ. જોકે બહાર નીકળીને ફડણવીસે દાવો કર્યો કે શાહ સાથે તેમની મુલાકાત રાજનીતિક હતી. તેમની દિલ્હી યાત્રાનો હેતુ પ્રદેશના ખાંડ ઉદ્યોગો માટે આર્થિક મદદની માગણી કરવાનો હતો. ફડણવીસે કહ્યું કે, અમે રાજય સરકારને અસ્થિર કરવાના ઈચ્છુક નથી. આ સમય કોરોના વાયરસના સંઘર્ષનો છે. તેમણે જણાવ્યું, ‘મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ નહીં થાય’ અમે પહેલા જ કહ્યું હતું કે સરકારમાં પોતાના અંતર્વિરોધ છે અને અમે જોઈશું કે તે કયારે પડે છે.

તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિથી પણ શાહને અવગત કરાવ્યા છે અને આ માટે પ્રધાનમંત્રી સાથી મુલાકાત માટે સમય માગ્યો છે.

ફડણવીસ શુક્રવારે દિલ્હીમાં જ રોકાઈને શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અને રાકાંપા-કોંગ્રેસથી ભાજપમાં આવેલા નેતાઓ રણજિતસિંહ નિંબાલકર, હર્ષવર્ધન પાટીલ, ધનંજય મહાડીક, વિનય કોરે અને અજયકુમાર ગોરેને લઈને દિલ્હી ગયા છે.

ફડણવીસે તે અટકળોને પણ રદ કરી દીધી કે તેમને દિલ્હીમાં ભાજપના કેન્દ્રિય નેતૃત્વએ રાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ ભૂમિકા વિશે જાણકારી આપી છે. જોકે લાંબા સમયથી જ આ ચર્ચા ચાલી રહી છે કે મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને ભાજપ કેન્દ્ર મંત્રી બનાવી શકે છે. હાલમાં જ પ્રદેશોમાં ભાજપની સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે અને જલ્દી જ કેન્દ્રમાં પણ ફેરબદલીની સંભાવના છે. ચર્ચા છે કે ભાજપની યોજના કેન્દ્રિય મંત્રીમંડળથી કેટલાક મંત્રીઓને હટાવીને તેમને સંગઠનમાં સક્રિય કરવા અને તેમની જગ્યાએ મંત્રી પદ પર નવા ચહેરાને તક આપવાની છે.