તહેવારો પહેલા આંચકો : ઇએમઆઈમાં રાહત નહિ રિઝર્વ બેંક વ્યાજદરો યથાવત રાખ્યા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રિઝર્વ બેંકે વ્યાજદરોમાં કોઇ ફેરફાર જાહેર કર્યો નથી.

આજે સવારે રિઝર્વ બેંકના ગવર્નર  શશીકાંત દાસે જણાવ્યું હતું કે, રેપો રેટ ૪ ટકા તથા રિવર્સ રેપો રેટ ૩.૩પ ટકા યથાવત રહેશે. કોઇ ફેરફાર ન કરવા બધા સભ્યો એકમત હતાં.

તેમણે કહ્યું હતું કે હવે અર્થતંત્રમાં સુધારાની આશા છે. બધા સેકટરમાં સુધારો થઇ રહ્યો છે.

તેમણે કહ્યું હતું  કે, અર્થતંત્ર હવે દોડશે માત્ર ભારત જ નહિ વિશ્વની ઇકોનોમી પણ સુધરી રહી છે. આ વખતે અનાજનું ઉત્પાદન વિક્રમજનક થશે જેનાથી ગ્રામિણ અર્થવ્યવસ્થા સુધરશે. કૃષિ, કન્ઝયુમર, ફાર્મા સેકટરમાં મોટો ઉછાળો આવશે.

તેમણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ રોકવાને બદલે હવે ધ્યાન રિવાઇવલ ઉપર કેન્દ્ર છે.