ગેસ એજન્સી પર જવાની અને સિલિન્ડર બુક કરવાની જરૂર નથી: ડિજિટલ પ્રથા હવેથી શરૂ થશે

Election 2019
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જે લોકો ગેસ એજન્સીએ જઇને સિલિન્ડર બુક કરાવે છે તેમણે આદત બદલાવવી પડશે. કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રાલયે ગેસ એજન્સીઓને ડીજિટલ બુકીંગનો આદેશ આપ્યો છે. આ સાથે જ સિલિન્ડર ઘરે પહોંચે ત્યારે ડીલીવરી ઓથેન્કેટીંગ કોડ પણ જરૂર થશે. એટલે, ગેસ એજન્સી પર ડિજીટલ બુકીંગ કરવાનંુ દબાણ છે.

જાહેરક્ષેત્રની ઓઇલ કંપનીઓ તરફથી આપવામાં આવેલ ડિજીટલ બુકીંગ લક્ષ્ય અનુસાર ગેસ એજન્સીઓએ જુલાઇથી ઓછામાં ઓછું ૮૦ ટકા બુકીંગ ડિજીટલ પદ્ધતિથી કરવું પડશે. એટલે કે બુકીંગ માટે એસએમએસ, આઇવીઆરએસ અથવા વોટસએપની સાથે મોબાઇલ એપ દ્વારા સિલિન્ડર બુક કરવો પડશે. એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે, સિલિન્ડરની ડીલીવરી કરનાર કર્મચારીએ પોતાની મોબાઇલ એપ પર ગ્રાહકના મોબાઇલ પર આવેલ ડીલીવરી ઓથેન્કેટીંગ કોડ (ડીએસી)ને નોંધવો પડશે.  કંપનીઓનું કહેવું છે કે, એપ પર ડીસીએ નોંધાવવાથી લોકેશન પણ નોંધાઇ જશે જેથી સિલિન્ડર યોગ્ય વ્યકિતને પહોંચી જાય.

આ સાથે જ ઓઇલ કંપનીઓએ ગેસ એજન્સીઓને ડીજીટલ પેમેન્ટનું પણ લક્ષ્ય આપ્યું છે. મોટા શહેરમાં એક જુલાઇથી ઓછામાં ઓછા ૬૦ ટા ગ્રાહકોએ ડીજીટલ પેમેન્ટ કરવું પડશે. નાના શહેરોમાં સપ્ટેમ્બરમાં ઓછામાં ઓછા પ૦ ટકા પેમેન્ટ ડીજીલ થવું જોઇશે. આમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી સામેલ નથી.

આ આદેશોના કારણે ઘરે સિલિન્ડર પહોંચાડતા કર્મચારીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે. એક ગેસ એજન્સીના મેનેજરે કહ્યું કે કોરોનાના કારણે લોકો સિલિન્ડર પર ઘરની બહાર મૂકાવી દે છે. ત્યારે ડીલીવરી બોયને ગ્રાહકોને ડીજીટલ બુકીંગ અને પેમેન્ટ માટે સમજાવવામાં મુશ્કેલી પડે છે. તેલ કંપનીઓએ બે મહીનાનું લક્ષ્ય આપ્યું છે પણ અત્યારનો સમયગાળો તેમણે ધ્યાનમાં રાખવો જોઇએ.