જીયોની ગ્રાહકોને નવા વર્ષની ભેટ : કોઇ પણ નેટવર્ક પર બધા કોલ્સ મફતની જાહેરાત

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

માનનીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની સૂચના મુજબ, દેશમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી બિલ અને કીપ પ્રથા લાગુ કરવામાં આવી રહી છે, જેથી તમામ ઘરેલુ વોઇસ કોલ્સ માટે ઇન્ટરકનેકટ યુઝર્સ ચાર્જ (આઈયુસી) સમાપ્ત થાય છે. ઓફ-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ ચાર્જને શૂન્ય કરવાની પ્રતિબદ્ઘતાને માન આપતા, આઈયુસી ચાર્જ રદ થતાંની સાથે જિયો ફરી ૧ જાન્યુઆરી ૨૦૨૧થી, બધા ઓફ-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ્સને મફત બનાવશે. ઓન-નેટ ડોમેસ્ટિક વોઇસ કોલ્સ હંમેશા જિયો નેટવર્ક પર ફ્રી રહે છે.

સપ્ટેમ્બર ૨૦૧૯ના સંદર્ભમાં, જયારે ટ્રાઇ દ્વારા બિલ એન્ડ કીપ પ્રથાના અમલીકરણ માટે ૧ જાન્યુઆરી ૨૦૨૦ની સમયમર્યાદા વધારવામાં આવી ત્યારે, જિયોને તેના ગ્રાહકો પાસેથી ઓફ-નેટ વોઇસ કોલ્સ માટે આઈયુસી ચાર્જને સમકક્ષ ચાર્જ લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. આમ કરતી વખતે, જિયોએ તેના વપરાશકર્તાઓને ખાતરી આપી હતી કે, આ ચાર્જ ફકત ત્યાં સુધી જ ચાલુ રહેશે જયાં સુધી ટ્રાઇ દ્વારા આઈયુસી ચાર્જ નાબૂદ કરવામાં આવે. આજે, જિયોએ તે વચન નિભાવ્યું છે અને ફરીથી ઓફ-નેટ વોઇસ કોલ્સને ફ્રી કર્યા છે.

જિયો ભારતના દરેક સામાન્ય નાગરિકને VOLTE જેવી અદ્યતન ટેકનોલોજીનો લાભ પહોંચાડવાની પ્રતિબદ્ઘતા પર અડગ છે. Jio એ એક ગ્રાહક-કેન્દ્રિત સંસ્થા છે અને તેના દરેક સિંગલ યુઝરની સંભાળ રાખે છે. અમારા તમામ યુઝર્સ જિયો સાથે ફ્રી વોઇસ કોલ્સનો આનંદ માણે છે.

જિયો ‘ડિજીટલ સોસાયટી’નો પાયો નાખવા કટિબદ્ઘ છે – એક સોસાયટી જયાં બધું, દરેક લોકો, દરેક જગ્યા, વૈશ્વિક સ્તરે સૌથી નીચા ભાવે, શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા સાથે જોડાયેલ હોય, અને તેમાં ખૂબ જ  અદ્યતન ડિજીટલ પ્લેટફોર્મની સુવિધાઓ છે. તકનીકી નવીનીકરણ દ્વારા જિયો તેના ગ્રાહકો માટે ક્રાંતિકારી ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખશે. જેમાં ગ્રાહક પ્રથમ અભિગમ છે.