ફાસ્ટેગ વિશે નવો નિયમ : જો તમને ખબર હોય તો લાભો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મોદી સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને હાઈવે પર ગાડીઓની અવરજવરને ફાસ્ટેગ અંતર્ગત કરાવવા જરૂરી બનાવવાની રીત શોધી છે. સરકારે એ નિયમ બનાવ્યો છે કે, હવે માત્ર તેને જ ૨૪ કલાકમાં પાછા ફરવા પર ટોલ ટેકસમાં અપાતી છૂટ મળશે, જે ગાડી પર માન્ય ફાસ્ટેગ હશે. એટલે કે, જો તમે ટોલ ટેકસ રોકડમાં આપો છો તો તમને ૨૪ કલાકમાં પાછા ફરવા પર ટોલ ટેકસમાં મળતી છૂટ નહીં મળે. આ રીતે સરકાર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે અને એ સુનિશ્ચિત કરવા ઈચ્છે છે કે, દરેક ગાડીની અવરજવર ફાસ્ટેગ અંતર્ગત નોંધાય.

એટલું જ નહીં,ઘણા બધા ટોલ બુથ પર કેટલાક ખાસ પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેમકે, કેટલીક ગાડીઓ પર ડિસ્કાઉન્ટ અંતર્ગત ટોલ ટેકસ નથી લેવાતો, પરંતુ હવે આ ડિસ્કાઉન્ટ પણ ત્યારે જ મળશે, જયારે એ ગાડીઓ પર ફાસ્ટેગ લાગેલો હશે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે એ નિયમ બનાવાયો છે કે, ચૂકવણી સ્માર્ટ કાર્ડ, ફાસ્ટેગ કે પછી કોઈ અન્ય પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ થાય.

નિયમોમાં કરાયેલો આ ફેરફાર એ કેસમાં પણ ફાયદાકારક સાબિત થશે, જયાર કોઈ વ્યકિત ૨૪ કલાકની અંદર પાછી આવે છે. એવી સ્થિતિમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે પહેલેથી કોઈ પહોંચ વગેરે લેવાની જરૂર નહીં પડે. જો તે વ્યકિત ૨૪ કલાકની અંદર પાછી આવે છે, તો આપોઆપ જ ફાસ્ટેગ ખાતામાંથી ડિસ્કાઉન્ટ માઈનસ થઈને જ રૂપિયા કપાશે.