મહિલા ક્રિકેટરો માટે નવો અધ્યાય: નવેમ્બરમાં મહિલા આઈપીએલ

Sports
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતીય ક્રિકેટ બોર્ડ તાજેતરમાં ઈન્ડિયન ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે, જે અનુસાર પુરુષ પ્લેયરોની આઇપીએલ બાદ હવે વિમેન્સ આઇપીએલ રમાતી જોવા મળશે. આ વિમેન્સ આઇપીએલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમની જાહેરાત કરી છે.

થાઇલેન્ડની ખેલાડી પણ રમશે

૪થી ૯ નવેમ્બર દરમિયાન યુએઈમાં વિમન્સ લીગ ૨૦૨૦ ટુર્નામેન્ટ રમાશે, જેમાં હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના અનુક્રમે સુપરનોવા, ટ્રેલબ્લેજર્સ અને વેલોસિટી ટીમની કમાન સંભાળતી જોવા મળશે. પ્રત્યેક ટીમટુર્નામેન્ટમાં બે-બે મેચ રમશે.

આ લીગમાં , ઇન્ડિયન પ્લેયર્સ સાથે ઇંગ્લેન્ડ, સાઉથ  આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, બંગલા દેશ અને ન્યુ ઝીલેન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમના પ્લેયર્સ રમતા જોવા મળશે, આ ઉપરાંત આ વર્ષે થયેલી વિમેન્સ ટીર૦  વર્લ્ડ કપમાં હાફ સેન્ચુરી ફટકારનાર  થાઇલેન્ડની નથકન ચંથમ રમતી જોવા મળશે, જે પોતાના દેશની પહેલી એવી મહિલા ક્રિકેટર છે જે મિની લીગમાં  રમશે. વળી વિમેન્સ બિગ બેશ લીગની શરૂઆત આ મહિનાના અંતમાં થતી હોવાને લીધે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ  અને ઇંગ્લેન્ડની સ્ટાર પ્લેયર્સ રમતી જોવા  નહીં મળે.

૧૩મીએ ખેલાડીઓ મુંબઇમાં

વિમેન્સ આઇપીએલની ત્રણ ટીમમાં ર રમી રહેલી અંદાજે ૩૦ જેટલી ભારતીય ૨ મહિલા પ્લેયર્સને મુંબઈમાં ૧૩ ઓકટોબરે  બોલાવવામાં આવી છે. મુંબઈ પહોંચ્યા બાદ તેમને અઠવાડિયાથી વધારે સમય રેમાટે કવોરન્ટીન કરવામાં આવશે અને ત્યાર બાદ ૨ર ઓકટોબરે તેઓ યુએઈ જવા ઊપડશે. યુએઈ પહોંચ્યા બાદ તેમને મેન્સ આઇપીએલના પ્લેયરની જેમ છ દિવસ માટે કવોરન્ટીન કરવામાં આવશે. આખી ટુર્નામેન્ટ બબલમાં રમવામાં આવશે. હજી સુધી ટુર્નામેન્ટ માટે જગ્યા જાહેર કરવામાં નથી આવી, પણ સંભવતઃ શારજાહમાં આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી શકે છે.

મેચનું શેડયુલ

ભારતમાં સાંજે ૭.૩૦ વાગ્યે મેચ શરૂ થશે

૪ નવેમ્બર – સુપરનોવા v/s વેલોસિટી

૫ નવેમ્બર – વેલોસિટી v/s ટ્રેલબ્લેજર્સ

૭ નવેમ્બર – ટ્રેલબ્લેજર્સ v/s સુપરનોવા

૯ નવેમ્બર – ફાઈનલ

ત્રણે ટીમની સ્કવોડ

સુપરનોવાઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિકસ (વાઈસ કેપ્ટન) ચમારી અટાપટટુ, પ્રિયા પુનિયા, અનુજા પાટીલ, રાધા યાદવ, તાનિય ભાટિયા (વિકેટકીપર), શશિકલા સિરિવર્દને, પૂનમ યાદવ, શકેરા સેલમેન અરંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, આયુષી સોની, આયબોંગા ખાકા, મુસ્કા મલિક.

ટ્રલબ્લેજર્સ : સ્મૃતિ મંધાના (કેપ્ટન), દિપ્તી શર્મા (વાઈસ કેપ્ટન), પૂનમ રાઉત, રિચા ઘોષ, ડી. હેમાલથા, નુઝત પરવિન (વિકેટકીપર), રાજેશ્વર ગાયકવાડ, હરલીન દેઓલ, ઝૂલન ગોસ્વામી, સિમરન દિલ બહાદુર સલમા ખાતૂન, સોફી એકલેસ્ટોન, નથકન ચંથમ, દેન્દ્ર ડોટિન, કાર્શ્ય ગૌતમ.

વેલોસિટી : મિતાલી રાજ (કેપ્ટન), વેદા કૃષ્નમૂર્તિ (વાઈસ કેપ્ટન) શેફાલી વર્મા, સુષ્મા વર્મા (વિકેટકીપર), એકતા બિષ્ટ, માનસી જોશી શિખા પાંડે, દેવિકા વૈદ, સુશ્રી દિવ્યરદર્શેની, મનાલી દક્ષિણી, લેઈ કસ્પેરેક, ડેનિયલ વ્યાટ, સુના લ્યુસ, જહાનારા આલમ, એમ. અનાદ્યા.