સીએજી રિપોર્ટમાં નવો બ્લાસ્ટ: જીએસટી ફંડનો દુરૂપયોગ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

નાણામંત્રી નિર્મલા સીતારામને દેશના એર્ટોની જનરલનો હવાલો આપતા ગયા સપ્તાહે કહ્યું હતું કે, કોન્સોલીડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી જીએસટી આવકના નુકસાન માટે રાજ્યોને ક્ષતિપૂર્તિ કરવા માટે કાયદામાં કોઇ જોગવાઇ નથી. જો કે સીએજીએ જણાવ્યું છે કે, સરકારે ખુદ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં આ ફંડમાં જીએસટી ક્ષતિપૂર્તિ સેસના ૪૭૨૭૨ કરોડ રૂપિયાને યથાવત રાખી કાયદાનો ભંગ કર્યો હતો અને અન્ય ચીજો માટે રકમનો ઉપયોગ કર્યો હતો.

સીએજીએ જણાવ્યું છે કે, સેસ કલેકશન અને જીએસટી કમ્પેસેન્સ સેસ ફંડમાં તેના ટ્રાન્સફરથી જોડાયેલ ઓડીટ પરિક્ષણની માહિતીથી જણાય છે કે, જીએસટી કોમ્પેસેન્સ સેસ ફંડમાં ઓછી રકમ હતી કારણ કે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ ૪૭૨૭૨ કરોડ રૂપિયા જ તેમા હતા.

સીએજીએ કેન્દ્ર સરકારના ખાતા પર પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઓછી રકમ જમા કરવી જીએસટી એકટની ભંગ હતો. જોગવાઇ અનુસાર સમગ્ર વર્ષ દરમિયાન મેળવવામાં આવેલ સેસ નોન કોમ્પેસેન્સ ફંડમાં જમા કરવી જરૂરી હતી.

જો કે જીએસટી ફંડમાં સમગ્ર જીએસટી ફંડની રકમ ટ્રાન્સફર કરવાની બદલે તેને કોન્સોલીડેટડ ફંડમાં જાળવી રાખી અને અન્ય હેતુ માટે તેનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટ વધુમાં જણાવે છે કે ૨૦૧૮-૧૯ દરમિયાન ફંડમાં ૯૦ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું બજેટ હતું અને રાજ્યોને વળતર સ્વરૂપમાં એકમાન રકમ આપવાની હતી.

સીએજીના જણાવ્યા પ્રમાણે ફંડમાંથી રાજ્યોને ૬૯૨૭૫ કરોડ રૂપિયા ચૂકવાયા. ઓછા જમા થતાં ૩૫૭૨૫ કરોડ રૂપિયા બચત થઇ અને રાજ્યોને વળતર પેટે ૨૦૭૨૫ કરોડ રૂપિયા ચૂકવાયા.