મારી મુશ્કેલી એ છે કે, મારે નોકરી માટે બહારગામ જવું પડે છે : દર અઠવાડિયે એક જ દિવસ-રાત અમે સાથે ગાળી શકીએ છીએ

Blogs

ડૉ. મુકુલ ચોકસી

મારી મુશ્કેલી એ છે કે, મારે નોકરી માટે બહારગામ જવું પડે છે. દર અઠવાડિયે એક જ દિવસ-રાત અમે સાથે ગાળી શકીએ છીએ. મારી પત્નીની વય વીસ વર્ષની છે. તે નિયમિત સેક્સનો આનંદ ન મળવાથી ચીડાઈ જાય છે મારા પર ખરાબ આક્ષેપો કરે છે. તો મારે શું કરવું જોઇએ ?

 લગ્નના શરૂઆતનાં ગાળામાં દરેક યુગલનું જાતીય જીવન વધુ સક્રિય હોય એ સ્વાભાવિક છે. વળી એ મુજબની અપેક્ષાઓ પણ સહુએ રાખી હોય છે. હું માનું છું કે, કેવળ સેક્સ ન મળવાને લીધે નહીં, બલકે તમારો સહવાસ, તમારું સાંનિધ્ય ન મળવાને લીધે તમારી પત્ની ચીડવાતી હશે. તમે એમને ધીરજ આપી શકો. જે દિવસે ઘરે આવો તે દિવસ પૂરો એમને માટે ફાળવો. અલગ રહેવાનું તમને પણ ગમતું નથી, એ એમને જણાવો. બને તો વચગાળાના સમયમાં ટપાલ કે ફોનથી એમનો સંપર્ક કરો. પણ સાથે જ એમના ગુસ્સા કે આક્રમણથી ડરીને હતાશ ન થઈ જાઓ. તમારા પત્નીએ શીખવું જ પડશે કે, જીવનમાં આવા સમયખંડો પણ આવે છે. તેને સમજપૂર્વક જીરવવા જોઈએ. તમે નોકરીમાંથી સ્થાયી થાઓ ત્યાં સુધીમાં એમણે એ વાત સ્વીકારતા શીખવું પડશે કે, પ્રલંબ દામ્પત્યજીવનને પ્રેમભર્યું રાખવા માટે ક્યારેક અલ્પસમયનો ચિરકાળ પણ જરૂરી હોય છે.