મુસ્લિમ મહિલાઓએ પીએમ મોદીના ફોટા પર રાખડી બાંધી : ત્રિપલ તલ્લાકના કાયદા માટે આભાર માન્યો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વડાપ્રધાન મોદીનાં સંસદીય વિસ્તારની મુસ્લિમ મહિલા પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાને ઉઠાવેલા પગલાને
કઈ રીતે ભુલી શકે છે, વારાણસીની મુસ્લિમ મહિલાઓએ પીએમ મોદીને પોતાના ભાઈજાન માનીને તેમના ફોટા પર
રાખડી બાંધીને તેમનો આભાર માન્યો હતો.

વારાણસીના મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર દાલમંડીમાં મુસ્લિમ મહિલાઓએ પોતાના સાંસદ અને દેશનાં વડાપ્રધાન
મોદીને ખાસ અંદાજમાં યાદ કર્યા કેમકે આજનાં જ દિવસે મોદી સરકારે મુસ્લિમ મહિલાઓ માટે આ કાયદો બનાવીને
ત્રણ તલાક જેવી સામાજીક કુરીતિથી એમને આઝાદી જે અપાવી હતી. રક્ષાબંધનનાં માહોલમાં મુસ્લિમ મહિલાઓએ
ભૈયા મેરે રાખી કે બંધનકો નિભાના જેવા ગીતો ગણગણીને મોદીજીના ફોટા પર રાખડી બાંંધી સાથે જ સાંકેતિક રૂપે
મોઢું મીઠું કરાવીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.