મુકેશ અંબાણીને મોટો ઝટકો લાગ્યો: વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ ચોથાથી છઠ્ઠા ક્રમે

Business
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહેતા મુકેશ અંબાણી હવે ટોપ 10 અમીરોમાં ચોથા સ્થાને હતા. પરંતુ હવે છેલ્લા 4 કારોબારી સત્રમાં રિલાયન્સના શેયરમાં સતત ઘટાડો થતા તેઓ છઠ્ઠા ક્રમે પહોંચ્યા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 78.8 અરબ ડોલરની છે

બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્જેક્સના આધારે 18 ઓગસ્ટે જેફ બેજોસ પહેલા નંબરે આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 188 અરબ ડોલર થઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 73 અરબ ડોલરનો વધારો થયો છે. આ લિસ્ટમાં 121 અરબ ડોલરની સાથે બિલ ગેટ્સ બીજા નંબરે છે અને 99 અરબ ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝુકરબર્ગ ત્રીજા નંબરે છે

વિશ્વના અમીરોની લિસ્ટમાં એલન મસ્ક ચોથા નંબરે આવ્યા છે. તેમની કુલ સંપત્તિ 84.8 અરબ ડોલરની છે. તેમની સંપત્તિમાં 7.8 અરબ ડોલરનો વધારો થયો છે. પાંચમા નંબરે બર્નાર્ડ ઑર્નોલ્ડ છે. તેમની સંપત્તિ 84.6 અરબ ડોલર છે. છઠ્ઠા નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી છે. તેમની સંપત્તિ 78.8 અરબ ડોલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 20 અરબ ડોલરનો વધારો થયો છે.