મુકેશ અંબાણી દુનિયાના છઠ્ઠા ધનિક ઉદ્યોગપતિ બન્યા

Business
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

હમણાં સુધી ભારત અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી હવે વિશ્વના છઠ્ઠા સૌથી ધનાઢ્ય વ્યક્તિ બની ગયા છે. તેમણે વિશ્વના સૌથી ધનિકોની હરોળમાં ગૂગલના કો-ફાઉન્ડર લૈરી પૈજને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. બ્લૂમબર્ગની બિલિનિયર્સ ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૭૨.૪ એબજ ડોલર થઇ ગઇ છે. સોમવારે રિલાયન્સના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યો હતો.  શેર્સમાં ઉછાળાનો ફાયદો તો મુકેશ અંબાણીને મળ્યો જ છે, પરંતુ અમેરિકન શેર માર્કેટમાં થયેલા કડાકાએ પણ તેમને ફાયદો પહોંચાડ્યો છે. આ કડાકાને લીધગૂગલના કો-ફાઉન્ડર લૈરી પૈજની સંપત્તિ ૭૧.૬ અબજ ડોલર પર આવી પહોંચી, જ્યારે ગૂગલના સ્થાપક સેરજે બ્રિનની સંપત્તિ ૬૯.૪ એબજ ડોલર થઇ હતી.

ટેસ્લાના એલન મસ્ક પણ મુકેશ અંબાણીથી પાછળ રહી ગયા છે. ગયા અઠવાડિયે મુકેશ અંબાણીએ બર્કશાયર હૈથવેના સીઇઓ અને વિશ્વના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેને પણ પાછળ છોડી સાતમા સ્થાને આવ્યા હતા. ખાસ બાબત એ છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની જીયો પ્લેટફોર્મ્સમાં એક પછી એક એમ ૧૩ રોકાણકારો પૈસા લગાવી ચૂક્યા છે, જેમાં ફેસબુક પણ સામેલ છે. આ રોકાણકારો થકી અંબાણીને ૧,૧૮,૦૦૦ કરોડ રુપિયા રોકાણ પેટે મળ્યા છે. સોમવારે આવેલો ઉછાળો પર રોકાણના કારણે જ આવેલો માનવામાં આવે છે કારણ કે રવિવારે ૧૩માં રોકાણકાર Qualcomm Venturesએ જીયો પ્લેટફોર્મ્સની ૦.૧૫ ટકાની ભાગીદારી ખરીદતા ૭૩૦ કરોડ રુપિયાનું રોકાણ કર્યુ હતું.