સુરતમાં સ્કૂલોમાં મચ્છરોના બ્રીડીંગ મળ્યા : 46 સંસ્થાઓને નોટીસ ફટકારી :41 સ્થળેથી 56,000 વહીવટી ખર્ચ વસુલાયો

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

શહેરમાં કોરોનાની સાથે અન્ય બિમારીઓ પણ માથું ઊંચકી રહી છે. ત્યારે પાણીજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે શહેરના તમામ ઝોનની શાળાઓમાં સર્વે કરતા 46 સંસ્થાઓને નોટીસ આપી અને 41 સ્થળેથી પાસેથી 56,000 વહીવટી ખર્ચ વસુલ  કરાયો છે આગામી તહેવારોની સિઝનમાં મચ્છર જન્ય રોગોને નિયંત્રણમાં રાખી શકાય તે માટે સુરત મહાનગરપાલિકાના કમિશ્નરની સુચના મુજબ તમામ ઝોનમાં વીબીડીસી વિભાગ દ્વારા આગામી એક અઠવાડીયા સુધી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં જે જે સ્થળોએ મચ્છરોની ઉત્પતિની શકયતા વધારે હોય તેમજ મચ્છર જન્ય રોગોનું સંક્રમણ થવાની શકયતા હોય તેવા વિસ્તારોમાં મચ્છરના નિયત્રણ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજે વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે 105 જેટલી ટીમો દ્વારા કુલ 603 શાળાઓમાં તપાસ કરતા કુલ 47 બ્રિડીંગનો નાશ કરાવવામાં આવ્યો છે તથા 46ને નોટીસ અને 41 પાસેથી 56,000 વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.

સાઉથ વેસ્ટમાંથી હિલ્સ નર્સરી સ્કુલ પાસેથી 10,000 ટાગોર પબ્લિક સ્કુલ, કેવલ નગર પાસે 5000, લુડઝ કોન્વેન્ટ સ્કુલ 2000, સાઉથ ઈસ્ટ ઝોનમાંથી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ડિંડોલી 3000, માતૃભુમિ વિધાસંકુલ ડિંડોલી 2000, માતૃભૂમિ વિધાલય ડિંડોલી 2000, સનરાઈઝ વિધાલય ડિંડોલી 1100, સાઉથ ઝોનમાંથી જીવન વિકાસ સ્કુલ, રામ નગર ( 2 ) 2500, ઉધના એકેડેમી ટ્રસ્ટ રણછોડનગર 2000, ગુરુકૃપા સ્કુલ-લક્ષ્મીનગર 1000, સમિતી સ્કુલ – પોસ્ટલ સોસાયટી 1000, ઈસ્ટ ઝોનમાંથી દિવાળી બા વિધાલય નવનિધી વિધાલય સંતોષી નગર 2000, ધારૂકાવાલા કોલેજ 1500, નિર્માણ માધ્યમિક શાળા ગાયત્રી સોસા 1000 , લિટલ ફલાવર સ્કુલ કાપોદ્રા 1000, ઈસ્ટ બી ઝોનમાંથી સીવીલાઈઝ મોર્ડન સ્કુલ 1000, તપોવન સ્કુલ 1000, વેસ્ટ ઝોનમાંથી ડી.આર. રાણા સ્કુલ , ગુ.હા.બોર્ડ 1000, શાંતિનિકેતન સ્કુલ , વર્ષા સોસા 1000 આમ તમામ ઝોનમાં 46 નોટીસ આપેલ છે અને 56,000 વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.