સુરતમાં 40 થી વધુ બેંક કર્મચારીઓ કોરોના પોઝીટીવ : ચેપગ્રસ્ત વિસ્તારોમાં બેંકો બંધ કરવાની માંગ

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરત શહેર તથા ગ્રામ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બેન્ક કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરતના 40થી વધારે બેંક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કમલેશ ગાવિત નામના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું છે.

સુરત બેંકના કર્મચારીઓ ભયના ઓથા નીચે કામ કરી રહ્યા છે. કોરોના સક્રમિત વિસ્તારના બેંક કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે છે. 15000થી વધારે કર્મચારીઓ ભય નીચે કામ કરી રહ્યાં છે. સંક્રમિત વિસ્તારની બેંકો બંધ રાખવાની માગ બેંક એમ્પલોય એસોસિએશને કરી છે. અથવા બેંક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી માગવામાં આવી છે.

કલેક્ટર અને મહાનગર પાલિકાના કમિનશરને પણ રજૂઆત કરવામાં આવી છે. સંક્રમિત વિસ્તાર સિવાયની બેંક સવારે 10થી 2 સુધી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે. બેંક ઓછા સ્ટાફે ચલાવવામાં આવે તથા સુરક્ષાના બધા સાધનો રાખવામાં આવે તે માગ પણ કરવામાં આવી છે.