શાર્ક સહિત લાખો પ્રજાતિઓ નાશ પામશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

શાર્ક માછલી, જેનેટીકલી એન્જિનિયર્ડ કાઉ (ગાય), ઉદર અને મરઘીઓ જેવાં પ્રાણીઓ માણસને કોરોનાનો કોળિયો થતો અટકાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ પ્રાણીઓનો ઉપયોગ કોરોનાની સારવારમાં અને રસી બનાવવામાં થઈ રહ્યો છે.

કોરાનાની રસીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ‘એડજુવન્ટ’ ઉમેરવામાં આવે છે. ‘એડજુવન્ટ’ ધરાવતો નાનો ડોઝ વધારે અસરકારક હોય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર ૧૦૬ માંથી ૧૭ રસીઓનું હાલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી પાંચ રસીમાં શાર્કના લીવર ઓંઈલમાંથી મેળવવામાં આવેલું’સ્કવેલન’ વાપરવામાં આવે છે. એક અંદાજ અનુસાર જો એક રસી પણ સફળ પુરવાર થઈ તો અઢીથી પાંચ લાખ શાર્કમાછલીઓને મારી નાંખવામાં આવશે.

બાયોટેકનોલોજીની ક્ષેત્રની કેટલીક કંપનીઓ હ્યુમન એન્ટિબોડી બનાવવા માટે જેનેટિકલી એન્જિનિયર્ડ કાવનો ઉપયોગ કરે છે. સી.એન.એનના અહેવાલ અનુસાર અમેરિકા સ્થિત એસ.એ.બી. બાયોથેરાપ્યુટિકલ્સ એ સેંકડો જનેટિકલી આઈન્ડેન્ટિકલ કાવ પેદા કરી છે. તેઓમાં આંશિક રીતે હ્યુમન ઈન્યુનસિસ્ટમ છે. એન.પી.આરના કહેવા અનુસાર પ્રત્યેક પ્રાણીમાંથી દર મહિને ૩૦ થી ૪પ લિટર પ્લાઝમા મેળવી શકાય છે. તેના વડે સેંકડો દર્દીઓની સારવાર કરી શકાય છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોનોટોની હોસ્પિટલમાંથી મોનોકોનલ એન્ટિબોડીનો ડોઝ લઈને બહાર આવ્યા છે. નોબેલ પારિતો ષિક મેળવનારી આ સારવાર વર્ષ ૧૯૭૦ના અરસામાં વિકસાવવામાં આવી હતી. હાલ કોરોના કે કોવિડ-૧૯ સામે સહુથી શકિતશાળી આમ જ હથિયાર છે તેનાથી રોગપ્રતિકારક શકિત ખૂબ જ વધે છે. આ સારવાર ઉદરોની મદદ વિના શકય બની ન હોત.

વિશ્વભરમાં થોડા સપ્તાહો પછી શિયાળાની શરૂઆત થશે. તેથી તબીબી ક્ષેત્રના નિષ્ણાતોને ભય છે કે કોવિડ અને ફલુને કારણે મરણાંક વધી શકે છે. આ બંને બિમારી એકમેક સાથે સંકળાયેલી નથી. આમ છતાં જો ફલુ માટે સમયસર રસી આપવામાં આવે તો કોવિડને કારણે સર્જાતી ગંભીર સ્થિતિને નિવારી શકાય છે. ફલુની રસી માટે આપણને મરઘાંની મદદ મળે છે.