દાવાની સંખ્યામાં ઝડપથી વધારો થતાં વીમા કંપનીઓની ઉંઘ હરામ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સામાન્ય વીમા કંપનીઓ અને સ્ટેન્ડએલોન હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને બમણો માર પડી રહ્યો છે. કોરોના વાયરસના કેસમાં તેજીથી વૃદ્ઘિ થવાથી કોવિડ૧૯ના દાવા બે લાખને પાર પહોંચ્યા છે. જેને ખર્ચ ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે અને કોરોનાના કેસમાં સતત વૃદ્ઘિ થવાથી આ રકમમાં વધુ વૃદ્ઘિ થશે. એટલું જ નહિં નોન-કોવિડ-૧૯ના કલેમ જે મહામારીના શરૂઆતના મહિનાઓમાં ઘણાં ઓછા હતા જે હવે તેજીથી વધવા લાગ્યા છે અને આ ઓછે-વત્તે કોવિડના પૂર્વ સ્તર પર પહોંચી ગયા છે.

વીમા કંપનીઓએ કહ્યું કે, અત્યાર સુધી સ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ આગળ આ રીતે તેજી જારી રહેશે તો ચિંતા વધી શકે છે. વીમા કંપનીઓને લાગી રહ્યું છે કે, સ્વાસ્થ્ય વિભાગમાં નુકશાનના પ્રમાણ પર અસર પડશે અને નફાને પણ અસર પહોંચશે પરંતુ મૂડીનું ધોવાણ નહિં થાય. ઓછામાં ઓછું મોટી કંપનીઓ માટે એવી સ્થિતિ આવવાની અપેક્ષા નથી. કોવિડ -૧૯ના દાવાઓ કોવિડ પૂર્વ સ્તરના ૮૦ થી ૯૦ ટકા સુધી પહોંચી ગયા છે. એવી અપેક્ષા છે કે પહેલા ભાગના અંત સુધીમાં કોવિડ -૧૯ નોન-કલમ્સ કોવિડ પૂર્વના સ્તરે પહોંચશે.