કોઈપણ ‘બિન-ગાંધી’ હવે કોંગ્રેસનું નેતૃત્વ સંભાળી લ્યે : પ્રિયંકા ગાંધીની મોટી જાહેરાત

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાધીએ બીબીસીના આપેલા એક ઇન્ટરવયુમાં પ્રિયંકા ગાંધીએ એક પુસ્તકમાં છપાયેલા મુલાકાતમાં કહ્યું છે કે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ હવે બીન ગાંધી નેતાએ સંભાળવુ જોઇએ. બીબીસીમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ પ્રિયંકાએ એવુ પણ કહ્યું હતુ કે રાહુલે જેમ કહ્યું છે કે આપણામાંથી કોઇએ પક્ષના પ્રમુખ બનવુ ન જોઇએ, તેમની આ વાત સાથે હુ સંપૂર્ણ સહમત છું,મને પણ એવુ લાગે છે કે હવે પક્ષે પોતાનો રસ્તો શોધવાાની જરૂર છે

શું કોંગ્રેસ ભાજપ વિરૂધ્ધ લડાઇ હારી ચુકી છે? જવાબમાં પ્રિયંકાએ કહ્યું કે મને લાગે છે કે કોંગ્રેસે ન્યુમીડીયા (સોશ્યલ મિડીયા) ને સમજવામાં મોડુ કરી દીધુ છે. અને જયારે પક્ષે આ માટે પોતાના વિચાર રાખવાનું શરૂ કર્યું ત્યારે મોટુ નુકશાન થઇ ચુકયુ હતુ. પ્રિયંકાએ એવુ પણ કહેલ કે જો કોઇ ‘ગૈર-ગાંધી’ પક્ષના અધ્યક્ષ બનશે તો પોતે તેની સુચનાઓનું પાલન કરશે. તેમણે એવુ પણ કહેલ કે તેમના પતિ રોબોર્ટ વાડ્રા ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેની પુત્ર અને પુત્રીએ કેવી મુશ્કેલીઓ ઉઠાવવી પડી છે. જયારે મારા પતિ ઉપર આ બધા આરોપો લાગ્યા ત્યારે સૌ પ્રથમ અમારા ૧૩ વર્ષના પુત્રની પાસે જઇને તેને બધી બાબતો સમજાવી. મે બધા વ્યવહારો મારા પુત્રને બતાવ્યા. આજ વસ્તુ મે મારી પુત્રીને પણ સમજાવી મે મારા બાળકોથી કોઇ જ વાત છુપાવી નથી, મારી ભુલો અને નબળાઇઓ પણ છુપાવી નથી. મારો પુત્ર બોર્ડીંગ સ્કુલમાં હતો. તેના પિતા ઉપર લાગેલા આરોપોના કારણે તેને ત્યા પણ ખુબ મુશ્કેલી પડેલ.