‘કરૂણા અભિયાન 2021’નું ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરાશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૧૩ જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરૂણા અભિયાન ૨૦૨૧નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન ગાંધીનગરથી કરવામાં આવશે.

મુખ્યમંત્રી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત કરૂણા અભિયાનમાં સહભાગી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા. ૧૧ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.