કર્ણાટકના સીએમ યેદિયુરપ્પા કોરોના પોઝિટિવ : રાજ્યપાલ વજુભાઇ વાળાના સંપર્કમાં આવ્યા હતા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રવિવારે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ડોકટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. યેદિયુરપ્પા આ પહેલા ગુજરાત ભાજપના મોટા નેતા અને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાના પણ સંપર્કમાં આવ્યા હતા. તેઓ એક બેઠક દરમિયાન તેમના સંપર્કમાં આવ્યા હતા.

મુખ્યમંત્રીની મીડિયા ટીમે આ અંગે જણાવ્યું છે કે તેમણે મણીપાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે એવી પણ વિનંતી કરી છે કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય અને કોરોનાના લક્ષણો દેખાય તેઓએ પોતાની રીતે આઈસોલેટ થઈ જવું જોઈએ.

મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘હું કોરોના પોઝિટિવ આવ્યો છું. જોકે મને સારું છે, ડોકટરોના સૂચનો બાદ હોસ્પિટલમાં દાખલ થયો છું. હું વિનંતી કરું છું કે જે લોકો તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે અને તેમને પોતાનામાં કોરોનાના લક્ષણો દેખાય તો તેમણે સેલ્ફ-કોરન્ટાઈન થઈ જવું જોઈએ.’

યેદિયુરપ્પાએ અગાઉ જણાવ્યું હતું કે તેઓના સહકર્મી પોઝિટિવ આવ્યા હતા જેના કારણે પોતે કામથી દૂર રહેવાની વાત કરી હતી જેથી વધુ વ્યકિતઓ સુધી કોરોના વાયરસ ના ફેલાય. શુક્રવારે યેદિયુરપ્પા કર્ણાટકાના રાજયપાલ વજુભાઈ વાળાને પણ શુક્રવારે મળ્યા હતા. આ દરમિયાન રાજયના ગૃહમંત્રી બાસવરાજ બોમ્મિયા પણ બેઠકમાં હાજર હતા.