ઓટીટી પ્લેટફોર્મ પર કાજોલની ત્રિભંગા આવી રહી છે

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કાજોલની ફિલ્મ ત્રિભંગાનું ટ્રેલર રિલીઝ થતાં જ વાહવાહી મળવા માંડી છે. આ ફિલ્મમાં કાજોલ સાથે તન્વી આઝમી અને મિથીલા પાલકર મુખ્ય ભુમિકામાં છે. ટ્રેલર જોઇને અક્ષય કુમાર, અજય દેવગણ અને કરણ જોહરે વખાણ કર્યા હતાં અને કાજોલને અભિનંદન આપ્યા હતાં. અક્ષયકુમારે લખ્યું હતું કે પાવરહાઉસ ટેલેન્ટ સાથે આ પાવરપેક ટ્રેલર છે. અજયએ પણ પત્નિ કાજલના વખાણ કરી ટ્રેલર શેર કર્યુ હતું. રકુલપ્રિત સિંહ પણ વખાણ કરવામાં સામેલ થઇ હતી. ટ્રેલર જોતા લાગે છે કે મહિલાઓ સાથે જોડાયેલી પરફેકટ સ્ટોરી અહિ છે. ત્રણ અલગ-અલગ ઉમરની મહિલાઓની વાત છે. દર્શકોને ફિલ્મ કેવી લાગે છે તે પંદરમી જાન્યુઆરીએ ખબર પડશે. આ દિવસે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસ  પર રિલીઝ થવાની છે. આ જ દિવસે સૈફ અલી ખાનની તાંડવ પણ સ્ટ્રીમ થશે. રેણુકા શહાણે ત્રિભંગા થકી નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી રહી છે. અજય દેવગન ફિલ્મ્સ બેનરે આ ફિલ્મ બનાવી છે. કહાની પણ રેણુકાએ લખી છે.