જોનની પઠાણ માટે જબરદસ્ત તૈયારી

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બોલીવૂડના એકશન સુપરસ્ટાર તરીકે જાણીતો જોન અબ્રાહમ બોલીવૂડના પરફેકટ ફિટ અભિનેતાઓમાંથી એક છે. તેની ફિલ્મોને પણ મોટા ભાગના ચાહકો તેની બોડીને કારણે પસંદ કરતાં હોય છે. જોન જીમમાં કલાકો સુધી પરસેવો વહાવતો રહે છે અને સતત ફિટ રહે છે. સોશિયલ મિડીયા પર તે વર્કઆઉટની તસ્વીરો પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં તેણે એક જબરદસ્ત પુલઅપ્સની અને બોડીની તસ્વીરો, વિડીયો પોસ્ટ કર્યા હતાં. જેમાં તેના બેક મસલ્સ જોવા મળી રહ્યા હતાં. જોને આ તસ્વીર સાથે લખ્યું હતું કે-આ રીતે જાગો. આ તસ્વીર પર ચાહકોએ ખુબ સરસ જવાબો આપ્યા છે. શાહરૂખ ખાન સામે જોન પઠાનમાં ટક્કર જીલવાનો હોઇ તેના માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. જોન પાસે એકશન ફિલ્મોની કતાર છે. જેમાં સત્યમેવ જયતે-૨ અને એટેક પણ સામેલ છે. ધૂમ ફિલ્મથી જ જોનની એકશન હીરો તરીકે એન્ટ્રી થઇ ગઇ હતી. એક સમયે તે સુપર મોડેલ હતો.