જાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’ મુશ્કેલીમાં મુકાઈ, ફિલ્મમાં એરફોર્સનું અપમાન કરવામાં આવ્યું!: IAF

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જ્હાન્વી કપૂરની ફિલ્મ “ગૂંજન સક્સેના”ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરની એક્ટિંગની પણ ભરપુર પ્રસંશા થઈ રહી છે, પરંતુ હવે “ગૂંજન સક્સેના”ની મુસીબત વધી ગઈ છે. ભારતીય વાયુસેના (Indian Air Force) તરફથી આ ફિલ્મ વિશે સેન્સર બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં આ ફિલ્મમાં વાયુસેનાની ખરાબ છબી દર્શાવામાં આવી હોવાનું કહેવાયું છે.

IAF તરફથી સેન્સર બોર્ડને લખેલા પત્રમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જેમાં ફિલ્મની અંદર છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ વાળો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. જે IAFમાં લાગૂ નથી પડતી. આ ફિલ્મમાં દર્શાવાયું છે કે, “ગૂંજન સક્સેના”ને એક પાયલટ બનવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના પર અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, પરંતુ IAFનું માનીએ તો તેમના ત્યાં આ પ્રકારનું કલ્ચર જ નથી.

આ ફિલ્મ વિશે કહેવાય છે કે, IAF તરફથી “ગૂંજન સક્સેના”ની રિલીઝ પહેલા જ ધર્મા પ્રોડક્શનને કેટલાક સીન મુદ્દે વાંધો જણાવવામાં આવ્યો હતો. જો કે મેકર્સે તેના તરફ ધ્યાન નહતું આપ્યું.

હવે કહેવાય છે કે, સેન્સર બોર્ડની સાથે-સાથે નેટફ્લિક્સને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ પ્રથમ વખત નથી, જ્યારે કોઈ ફિલ્મને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હોય. ગત મહિને રક્ષા મંત્રાલય તરફથી પણ CBFCને જણાવવામાં આવ્યું હતુ કે, કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝમાં ભારતીય સેનાની છબીને યોગ્ય રીતે રજૂ નથી કરવામાં આવી રહી.

જો કોઈ પ્રોડક્શન હાઉસ કોઈ ફિલ્મ સેના કે તેની સાથે સંકળાયેલા કોઈ મુદ્દા પર બનાવે છે, તો તેમણે મંત્રાલય પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જોઈએ. આવું કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.