ઔદ્યોગિક એકમો હવે પરવાનગી વિના કામદારોને “હાયર એન્ડ ફાયર” કરી શકે છે : છંટણી -લેઓફ અને સંસ્થા બંધ કરવાની છૂટ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રાજ્ય સરકારે નોકરીદાતાઓ માટે શ્રમ કાયદામાં વધુ છૂટછાટ આપી પગારદાર વર્ગની ચિંતા વધારી દીધી. જે મુજબ 300 કે તેથી ઓછા કર્મચારી ધરાવતા ઔદ્યોગિક એકમ સરકારની મંજૂરી વિના જ કર્મચારીને “હાયર એન્ડ ફાયર” એટલે કે છંટણી કરી કે લોઓફ પર મોકલી શકશે.  ઉપરાંત એકમ બંધ કરવું હોય તો પણ કરી શકશે. અગાઉ ઔદ્યોગિક વિવાદ ધારા-1947 મુજબ કર્મચારીઓની આ મર્યાદા 100 કર્મચારીના એકમ માટેની હતી.

કોરોના મહામારીએ સામા્નય માણસની તો કેડ જ ભાંગીનાંખીછે. શારીરિક -માનસિક અને આર્થિક બધી રીતે. મહામારીથી બીમારીનું જોખમ મોતના ડરથી માનસિક વ્યથા અને પૈસાની તંગીથી આર્થિક રીતે સામાન્ય માણસ દિવસેને દિવસે પિસાતો જાય છે. તેમાં રાજ્ય સરકારનું આ પગલું કર્મચારીઓમાં દહેશત ફેલાવનારું છે. જો કે સરકારનો દાવો છે કે ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચે “પ્રબળ સમતોલ” સાધવા માટે આ પગલું લીધું છે

ગુજરાત સરકારે વટહુકમ દ્વારા કાયદાના સેક્શન 25Kમાં સુધારા કર્યો છે. આ વટહુકમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી પણ મળી ગઇ છે. ઉપરાંત ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ પણ આ અંગેની પુષ્ટિ કરી છે. વળી રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગે તેનું અમલ પણ શરુ કીર દીધું છે.વિપુલ મિત્રાએ જણાવ્યું કેકોરોના વાઇરસને કારણે લોકડાઉનને ધ્યાનમાં લઇ આ અંગે ઉદ્યોગો તરફની માગ હતી. તેમજ આર્થિક સુધારા માટેની માજી નાણા સચિવ હસમુખ અઢિયા પેનલનું સુચન પણ હતું.

સરકારની આ પગલાંથી રાજ્યના આશરે 40થી 50 ટકા ઔદ્યોગિક એકમોને લાભ થશે. એક સીનિયર અધિકારીના જણાવ્યા મુજબ રાજ્યમાં આવા 40000 એકમો છે. વટહુકમમાં દાવો કરાયો છે કે શરૂઆતથી જ ગુજરાત ઔદ્યોગિક રીતે એક પ્રગતિશીલ રાજ્ય છે. તેમજ છેલ્લા દાયકામાં રાજ્યે દેશનું ઉદ્યોગિક હબ તેમજ ગ્રોથ એન્જીન હોવાનું પુરવાર પણ કર દીધું છે. ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ઉદ્યોગો અને કર્મચારીઓ વચ્ચે બહુ સારા સંબંધો છે, તેથી જ હડતાળ કે લોકઆઉટ જેવા પ્રસંગો ભાગ્યે જ જોવા મળે છે.મજૂર સંગઠનોના સુધારા સામે વ્યાપક વિરોધ

આ અંગે ગુજરાતની ઔદ્યોગિક બોડી એસોચેમના ચેરમેન ચિંતન ઠાકરે જણાવ્યું કે આવા કાયદાના પ્રતિબંધક પગલાંથી કર્મચારીઓ અને નોકરીદાતા વચ્ચે હંમેશા ઘર્ષણ વધ્યું છે. જ્યારે મજૂર અને વેપારી સંગઠનોએ આ પગલાંથી ભારે ટીકા કરી છે. ગુજરાત CITUના મહામંત્રી અરુણ મહેતાએ જણાવ્યું કે “એક તરફ,સરકાર મજૂરોના હિતનું રક્ષણ કરવાની વાત કરે છે અને બીજી તરફ તે આવી નીતિઓ લાવી રહી છે જે મજુરના હિતની વિરોઘી છે.