ઇન્દોર સ્વચ્છતામાં નંબર-૧ : સુરત બીજુ, રાજકોટ છઠ્ઠા ક્રમે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વડાપ્રધાન મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના પાંચમી આવૃતિની જાહેરાત કરી છે. સતત ચોથી વાર મધ્યપ્રદેશનું શહેર ઇન્દોરને સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે. આ અભિયાનમાં ૧.૮૭ કરોડ નાગરિકોએ ભાગ લીધો છે. જેમાં શહેર- રાજ્યોને પુરસ્કાર આપવામાં આવ્યા તેમજ વડાપ્રધાન મોદીએ સફાઇકર્મીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. બીજીબાજુ ગુજરાતના સુરતને બીજુ અને મહારાષ્ટ્રના નવી મુંબઇને ત્રીજુ સ્થાન પ્રાપ્ત થયું છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરી કહ્યું કે સ્વચ્છતાના સિપાહી, સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૦માં ભારતની સૌથી સ્વચ્છ છાવણી બનવા માટે જલંધર કેન્ટનો હાર્દિક શુભેચ્છા.

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સીટી સર્વેના રીપોર્ટનું એલાન કર્યુ છે. સતત ચોથા વર્ષે ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે.

બીજા નંબર પર ગુજરાત સુરત અને ત્રીજા નંબર પર નવી મુંબઇ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઇન્દોરના લોકોના આભાર માન્યો.

૧ લાખથી ોછી વસ્તીવાળી શહેરોમાં મહારાષ્ટ્રના કરાડે પ્રથમ તો રાજ્યના જ સાસવાદ અને લોનાવાલએ તે પછીના એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

૪૦ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોનો એવોર્ડ અમદાવાદ તો ૫૦ થી ૪૦ લાખની વસ્તી વાળા શહેરોના એવોર્ડ વિજયવાડાએ જીત્યા છે.

ફાસ્ટેસ મુવર બીગ સીટી એવોર્ડ જોધપુર મેળ્વયો છે. ગુજરાતના રાજકોટે ”બેસ્ટ સેલ્ફ સસ્ટેઇનેબલ સીટી” એવોર્ડ મેળ્વયો છે. ૩ થી ૧૦ લાખ વચ્ચેની સીટછવજમળા સ્વચ્છ શહેરનો એવોર્ડ કર્ણાટકના મૈસુરે મેળ્વયો છે.

કેન્દ્રીય શહેરી વિકાસ મૈત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇન્દોર સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે. ઇન્દોર અને ત્યાનાં લોકોએ સ્વચ્છતા પ્રત્યે સંવેદના વ્યકત કરી છે આ શાનદાર પ્રદર્શન માટે શિવરાજસિંહ ચૌહાણ, રાજનૈતીક નેતૃત્વ અને નગરપાલિકાને અભિનંદન આપ્યા.

બીજીબાજુ કેન્દ્રીયમંત્રી હરદીપપુરીએ કહ્યું કે ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત, ભારતનું બીજુ સૌથી સ્વચ્છ શહેર છે. જોકે હરદીપ પુરીએ સુરત માટે સીએમ વિજય રૂપાણીની પ્રશંસા કરી છે. પરંતુ નવી મુંબઇની સફળતા પર સીએમ ઉધ્ધવઠાકરેનો પણ ઉલ્લેખ પણ કર્યો નથી.

૧૦૦ થી વધુ શહેરવાળા રાજ્યમાં સૌથી સ્વચ્છ રાજ્ય છત્તીસગઢ અને ૧૦૦ થી ઓછા શહેરોવાળા રાજ્યમાં સૌથી સ્વચ્છ રાજ્ય ઝારખંડને જાહેર કરવામાં આવ્યું છે. ભારતના સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ વિસ્તાર તરીકે જાલંધર કેન્ટે બાજીમારી છે.

દેશના નાગરિકોમાં સ્વચ્છતા અંગે ભાગીદારી વધારવા અંગે સર્વેક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ પહેલા ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મૈસુરને મળ્યો હતો. બીજીબાજુ ત્રણ વર્ષ ૨૦૧૭,૨૦૧૮ અને ૨૦૧૯માં મધ્યપ્રદેશનું ઇન્દોર શહેર સૌથી સ્વચ્છ જાહેર કરાયુ હતું. (૨૫.૧૫)

૨૦૧૬ થી શરૂ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણની ૨૦૧૯ સુધીના ચાર વર્ષની સ્થિતિ

૨૦૧૬ – ૭૩ સિટી, ફર્સ્ટ રેન્ક મૈસુર, બીજુ ચંદીગઢ, ત્રીજુ તીરૂચિરાપલ્લી અને સુરત છઠ્ઠા ક્રમે આવ્યું હતું. ૭માં ક્રમે રાજકોટ, ૧૩માં ક્રમે વડોદરા, ૧૪માં ક્રમે અમદાવાદ.

૨૦૧૭ -૪૩૪ સિટી, પહેલા નંબરે ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ વિશાખાપટ્ટનમ અને ચોથા ક્રમે સુરત આવ્યું હતું, ૧૦માં ક્રમે વડોદરા, ૧૪માં ક્રમે અમદાવાદ, ૧૮માં ક્રમે રાજકોટ.

૨૦૧૮ – ૪૨૦૩ સિટી વચ્ચે, તેમાં (૧ લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં ૧૦૦ સિટી વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ ભોપાલ, ત્રીજુ ચંદિગઢ, ૧૨ અમદાવાદ, ૧૪ સુરત, ૩૫ રાજકોટ, ૪૪ વડોદરા

૨૦૧૯ – ૪૨૦૩ સિટી વચ્ચે, તેમાં (૧ લાખથી વધુ વસ્તીવાળી કેટેગરીમાં ૧૦૦ સિટી વચ્ચે) પહેલું ઈન્દોર, બીજુ અંબિકાપુર, ત્રીજુ મૈસુર, છઠ્ઠા ક્રમે અમદાવાદ, ૯માં રાજકોટ, ૧૪માં ક્રમે સુરત અને વડોદરા ૭૯ ક્રમે રહ્યું હતું.

દેશના ૧૦ સૌથી સ્વચ્છ શહેર

ક્રમશહેરપોઈમ્ટ
ઈન્દોર૫૬૪૭.૫૯૬
સુરત૫૫૧૯.૫૯
નવી મુંબઈ૫૪૬૭.૮૯
વિજયવાડા૫૨૭૦.૩૨
અમદાવાદ૫૨૦૭.૧૩
રાજકોટ૫૧૫૭.૩૬
ભોપાલ૫૦૬૬.૩૧
ચંદીગઠ૪૯૭૦.૦૭
વિશાખાપટ્ટનમ૪૯૧૮.૪૪
૧૦વડોદરા૪૮૭૦.૩૪