ભારત-અમેરિકા વચ્ચે ચીન મામલે ગુપ્ત મંત્રણા : વિશ્વાસઘાતી ચીનને સીધુ દોર કરવા બંને દેશો વચ્ચે સતત સંપર્ક

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પૂવી લડાખ ક્ષેત્રમાં ચીનની ઘુસણખોરીને લઈને ભારત અને અમેરિકા વચ્ચે સતત સંપર્ક થઈ રહ્યો છે. ૧૫ જૂન ૨૦૨૦ના ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ વિદેશ મંત્રી જયશંકર અને અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીયો વચ્ચે એક ગુપ્ત મંત્રણા થઈ હોવાની માહિતી બહાર આવી છે. આ માહિતી એટલા માટે છૂપાવવામાં આવી છે. વિશ્વને એવો સંદેશ ન જાય કે ભારત અને અમેરિકા વચ્ચે કંઈક રંધાઈ રહ્યુ છે. સત્તાવાર રીતે ભારત અને અમેરિકા મૌન છે પણ એક વાત સ્પષ્ટ છે કે ચીનના કાંકરીચાળાને લઈને બન્ને દેશ એકબીજાના સંપર્કમાં છે.  અત્રે નોંધનીય છે કે ચીનની હરકત બાદ અમેરિકા સતત ચીનને વખોડતુ રહ્યુ છે. ટ્રમ્પ પણ ભારતની પડખે છે. બન્ને દેશો એકબીજાના સતત સંપર્કમાં છેલ્લા ૨૦ દિવસથી હોવાનું પણ જાણવા મળે છે.