ઓક્ટોબરમાં કોરોના સામેના યુદ્ધમાં ભારત જીતશે: અભ્યાસના દાવા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

છેલ્લા ૪ મહિનાથી દેશ કોરોના નામની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યો છે. આ વાયરસે માત્ર કરોડો લોકોની જિંદગીને અસર પહોંચાડી છે એટલું જ નહિ દેશની અર્થવ્યવસ્થાને પણ માઠી અસર પહોંચાડી છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ છે અને તે છે અત્યારે કોવિડ-૧૯ મહામારીની હાલતમાં રિકવરીના કેટલાક સંકેતો મળ્યા છે. આગામી ઓકટોબર મહિનામાં ભારત આ બીમારીના શિકંજામાંથી આઝાદ થઇ શકે છે.

આજે વિશ્વની સાથે સાથે તમામ દેશવાસી પણ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એ જ સવાલ જાણવા ઇચ્છે છે કે કોરોના વાયરસનો ભારતમાં કયારે ખાત્મો થશે અને કયારે આપણે સામાન્ય જિંદગી તરફ પાછા આવશું? આ સંબંધમાં ટાઇમ્સ ગ્રુપની ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા ગ્લોબલ કન્સલ્ટીંગ ફર્મ પ્રોટિવિટી સાથે મળી કરવામાં આવેલા એક અભ્યાસમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત વર્તમાન સમયમાં કોરોનાના પીક એકટીવ કેસ તરફ આગળ વધી રહ્યો છે તે પણ અત્રે નોંધનીય છે. આ અનુમાનો સુધી પહોંચવા માટે SEIR મોડલનો ઉપયોગ કરાયો હતો. જેમાં જણાયું કે, ભારતમાં કોરોનાના એકટીવ કેસનો પીક એટલે કે મહત્તમ સંખ્યા ૬,૪૫,૭૦૦ની નજીક પહોંચી શકે છે. બીજી તરફ એક અન્ય હાઇબ્રીડ મોડેલનો ઉપયોગ કરતા જણાવાયું છે કે ભારતમાં પીક કેસોની સંખ્યા ૬,૫૬,૨૦૩ સુધી જઇ શકે છે જે ઓગસ્ટના મધ્યમાં સંભવ છે.

હવે અહીંથી સારા સમાચાર મળે છે જે અનુસાર રોજેરોજ આવતા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે અને એ સંકેત મળશે કે ભારતે આ મહામારીના ખરાબ દોરને પાર કરી લીધેલ છે.