ભારત સપ્ટેમ્બરના મધ્યમાં કોરોનામુક્ત થશે : હેલ્થ નિષ્ણાંતોનો દાવો

India

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતમાં કોરોના વાઇરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એકસપર્ટ કર્યો છેે આ બંને નિષ્ણાંત એમના અનુમાન માટે ગણિતના મોડલ-આધારિત એક વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે.

આ વિશ્લેષણમાં એવું દર્શાવાયું છે કે કોરોના ચેપનુ ગુણાંકન ૧૦૦ ટકા સુધી પહોંચી જશે ત્યારે આ રોગ ભારતમાં નષ્ટ થશે.

આ એનાલિસિસ આરોગ્ય મંત્રાલય અંતર્ગતના DGHSના ડેપ્યુટી ડાયરેકટર જનરલ (પબ્લિક હેલ્થ) ડો.અનિલ કુમાર અને DGHSના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડાયરેકટર (લેપ્રસી) રૂપાલી રોયે તૈયાર કરી છે અને એને ઓનલાઇન સામયિક એપિડેમિઓલોજી ઇન્ટરનેશનલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાઇરસના નવા ૯,૮૮૭ કેસ નોંધાયા હતા. અને મરણાંક વધીને ૬,૬૪૨ પર પહોંચ્યો હતો.

એમણે આ એનાલિસિસ તૈયાર કરવા માટે બેઇલીના મેથેમેટિકલ મોડલનો ઉપયોગ કર્યો છે.

દેશભરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના ૬૧ હજારથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે. આ પરિસ્થિતી હોવા છતાં સપ્ટેંબર સુુધીમાં ભારત કોરોના મુકત થશે જશે એવો દાવો બંને હેલ્થ નિષ્ણાંતોએ કર્યો છે.

ભારતમાં કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત ગઇ ૨ માર્ચથી થઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ રોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. એ સંદર્ભેમાં, કુલ કોરોના ગ્રસ્તો, આ બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા અને મૃત્યુ પામેલાઓની સંખ્યાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

 આ તમામ આંકડાને બેઇલીઝ રિલેટિવ રિમૂવલ રેટ પધ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.