ભારતે વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતે વધુ ૪૩ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્લિકેશનને ભારતની રક્ષા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરો જણાવવામાં આવી હતી. આ દરેક એપ્લિકેશન પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૪એ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથી કઈ કઈ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું લિસ્ટ પણ જાહેર કરી દેવાયું છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ચાઈનીઝ કંપનીઓના ટિકટોક અને યુસી બ્રાઉઝર સબિત અનેક એપ્લિકેશનને સુરક્ષા અને એકતા માટે ભયજનક ગણાવતા કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ચીની કંપનીઓ અને એપ્લિકેશન પર પ્રતિબંધની ડિજિટલ સ્ટ્રાઈક કરવાનો ર્નિણય ભારત સરકારે એવા સમયમાં લીધો હતો જ્યારે એલએસી પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો હતો.