કોરોના વેકસીન પુતિન સહિતના માંધાતાઓએ લગાવી દીધી?

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસની વેકસીન બનાવવામાં લાગેલા વૈજ્ઞાનિકોની સેકડો ટીમમાંથી કેટલીક ટીમો આગળ ચાલી રહી છે. જેમાં રશિયાનું એક દળ પણ છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસ વેકસીનનું   માણસો પર ટ્રાયલ પૂરુ કરી લીધું છે. જોકે હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, મોટી રાજનીતિક હસ્તીઓ અને દેશના અબજોપતિઓએ એપ્રિલ મહિનામાં જ કોરોનાની વેકસીન લગાવી લીધી હતી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે રશિયાના અબજોપતિ અને રાજનેતાઓને કોરોના વાયરસની પ્રોયોગિક વેકસીન એપ્રિલમાં જ આપી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિનને આ વેકસીન આપવામાં આવી છે કે નહીં તે કન્ફર્મ નથી. જોકે જે રીતે બધા ટોચના રાજનીતિક નેતાઓ, સરકારી અધિકારી અને અબજોપતિને આપવામાં આવી છે તો પુતિનને ના આપવામાં આવી હોય તેની સંભાવના દ્યણી ઓછી છે. રિપોર્ટ પ્રમાણે જે અમીરોને આ વેકસીન આપવામાં આવી છે તેમાં એલ્યુમિનિયમની વિશાળ કંપની યૂનાઇટેડ રસેલના મોટા અધિકારી, અબજોપતિ અને સરકારી અધિકારી સામેલ છે. આ વેકસીન મોસ્કો સ્થિત રશિચાની સરકારી કંપની ગમલેયા ઇન્સ્ટીટ્યૂટે એપ્રિલમાં તૈયાર કરી હતી.

રિપોર્ટ પ્રમાણે ગમલેઈ વેકસીનને રશિયાની સેના અને સરકારી રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ફંડ કર્યું છે. રશિયાએ જાણકારી આપી હતી કે વેકસીનનો ગત સપ્તાહે જ પ્રથમ ટ્રાયલ પુરો થયો છે અને ટેસ્ટ પણ રશિયાના સેનાના જવાનો પર કરવામાં આવ્યો હતો. જોકે તેના પરિણામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. જોકે એમ બતાવવામાં આવે છે કે એક મોટા સમૂહ પર તેનું પરિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. રશિયાની ગમલેઈ વેકસીન પશ્યિમ દેશોની સરખામણીમાં વધારે ઝડપથી આગળ વધી રહી છે. ૩ ઓગસ્ટે આ વેકસીનનો ફેઝ ૩ ટ્રાયલ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં રશિયા, સાઉદી અરબ અને યૂએઈના હજારો લોકો ભાગ લેશે. માનવામાં આવે છે કે રશિયા સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસ વેકસીન પોતાના નાગરિકોને આપી દેશે.

ગમલેઇ સેન્ટરના હેડ અલેકઝાન્ડર જિંટ્સબર્ગે સરકારી ન્યૂઝ એજન્સી TASSના જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે વેકસીન ૧૨ થી ૧૪ ઓગસ્ટ વચ્ચે સિવિલ સર્કુલેશનમાં આવશે. પ્રાઇવેટ કંપનીઓમાં સપ્ટેમ્બરથી વેકસીન મોટા પ્રમાણમાં પ્રોડકશન શરૂ કરી દેશે. ગમલેઈ સેન્ટર હેડના મતે વેકસીનનો હ્યુમન ટ્રાયલ પૂરી રીતે સેફ સાબિત થઇ છે.