ઈમ્યૂનિટી વધારનારી દવાઓ કોરોનાથી બચાવવાને બદલે નુકસાન કરી શકે છે

Health
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતમાં દિવસે ને દિવસે કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. લોકો પણ કોરોનાના વધતા કહેરને લઈને સાવધાની રાખી રહ્યાં છે તો પણ ભારતમાં મૃત્યુઆંક વધી જ રહ્યો છે. કોરોના કાળમાં લોકો પોતાની તબીયતનું પણ ધ્યાન તો રાખી જ રહ્યાં છે અને વધુ સાવધાની વર્તી રહ્યાં છે. જોકે, કેટલાક ડોકટરની સલાહ અનુસાર સાવધાની રાખી રહ્યા છે તો કેટલાક લોકો ઉકાળો અને ડીટોકસ ડ્રિંકસનો ઉપયોગ કરીને તબીયત સ્વસ્થ રાખવા માટે ઘરગથ્થુ ઉપચાર અજમાવી રહ્યાં છે. આ ઉપરાંત વિટામીન-સી, વિટામીન-ડી તેમજ મલ્ટિવિટામીન માટે પણ દવાઓ લઈ રહ્યાં છે. જે લોકો એવું માનીને ઉપયોગ કરે છે કે આ બધી દવાઓ કોરોનાકાળમાં ‘Immunity-boosting’ કરે છે.

શા માટે ઘરગથ્થુ ઉપચાર?

કોરોના વાયરસની મહામારીના કારણે એક તરફ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે તો બીજી બાજુ સામાન્ય બીમારી હોય તો પણ ઘરે જ રહીને ‘કયાંક કોરોનાનો ચેપ લાગી જશે તો’ એવા ભયથી હોસ્પિટલ અથવા તો દવાખાને જવાનું ટાળતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વિવિધ જાતના ઉપચારો ફોરવર્ડ થતા હોય છે. જેનું પણ આંધળુ અનુકરણ દ્યણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે. સોશિયલ મીડિયામાં લખેલી દવાઓને ખરીદીને જાતે જ સારવાર કરવી એ કોઈપણ રીતે હિતાવહ નથી.

આ કારણોસર પહોંચાડી  શકે છે નુકસાન

સામાન્ય રીતે જે દવાઓ જે બીમારી માટે બની હોય છે તે બીમારીમાં જ ઉપયોગ આવે છે. ખોટી રીતે દવાઓ લેવાથી તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે. જાતે જ દ્યરગથ્થુ ઉપચાર પણ શરીર અનુસાર અલગ અલગ હોય છે. જે કોઈને માફક આવે છે તો કોઈના શરીરની પ્રકૃતિને માફક નથી પણ આવતું. ડોકટરની સલાહ વગર લેવામાં આવતી કોઈપણ દવા શરીરને ઘણું જ નુકસાન પહોંચાડી શકે છે.

ઈમ્યુનિટી વધારતા ઉકાળા પર પણ ભરોસો ન કરવો

એક અથવા તો વધુ બીમારીઓ સાથે જે વ્યકિત જીવતો હોય તો દવાઓ ત્યારે જ લેવી જોઈએ જયારે કોઈ મેડિકલ પ્રેકિટશનરે સૂચવી હોય. ખોટી રીતે દવા લેવાથી શરીરની ઈમ્યુનિટી ખોરવાઈ શકે છે અને તે શરીર પર વિપરીત અસર પણ પહોંચાડી શકે છે. આ જ વાત ઉકાળા પર પણ લાગુ પડી શકે છે. બીમારીના લક્ષણો સામે લડવા ઉકાળો ચોક્કસ ઉપયોગી છે પરંતુ તે હંમેશા ઉત્ત્।મ સાબિત થાય તેવું પણ નથી. કારણકે વધુ પડતો ઉકાળો શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન કરી શકે અને તે ફાયદાકારક નથી સાબિત થતું.

વધારે પડતી દવાઓ પણ લાભદાયી નહીં

વિટામીન અને ઈમ્યુનિટી બૂસ્ટર દવાઓ માટે સૌથી પહેલા તો તમારા શરીરને માફક આવે છે કે નહીં તે જોવું જોઈએ. ડોકટરની દેખરેખ હેઠળ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો વિટામીન અને દવાઓ ચોક્કસ શરીરને ફાયદો પહોંચાડે છે. દાખલા તરીકે જે ર્સ્જ્ઞ્દ્દીૃજ્ઞ્ઁ ઘ્ના દવાઓ મળે છે તે એસિડિક ફોર્મમાં હોય છે. આ ઉપરાંત વિટામીન ડી અને જે ટેબ્લેટ્સમાં ઝિંકની વધુ પડતી માત્રા હોય છે તે ચોક્કસ બીમારીઓ માટે જ બનાવવામાં આવેલી હોય છે. ઉપરાંત હળદર અને અશ્વગંધા જેવી ઔષધિઓ પણ (જે દવારુપે પણ મળે છે) તે પણ ખાસ મદદ નહીં કરે.

કાળજી જ સૌથી અગત્યની બાબત

આ કારણે જ કોરોનાકાળની મહામારીના સમયમાં આડેધડ દવાઓ અને સોશિયલ મીડિયાના ફેમિલી ગ્રુપ્સમાં છવાઈ જતા નુસખાઓ અજમાવવા કરતાં જાતે જ વિવેકબુદ્ઘિથી કાળજી રાખવી હિતાવહ છે. આપણું શરીર જ આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? યોગ્ય માત્રામાં ઉંઘ, ન્યૂટ્રિશન્સથી ભરપૂર ભોજન અને કસરત. આ ત્રણ વસ્તુઓ જો નિયમિત રીતે દૈનિક જીવનમાં વણી લેવામાં આવે તો શરીરને નુકસાન પહોંચતું અટકે છે. આ કારણે જ ઈન્ટરનેટ અથવા તો સોશિયલ મીડિયા પર ભરોસો ન કરતા અને કોઈપણ દવા લેતા પહેલા તમારા ડોકટરની સલાહ અચૂક લો.