રિતિક રોશને દીપિકા સાથે બર્ડ પર ફિલ્મની ઘોષણા કરી

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ફેન્સના મનમાં લાંબા સમય સુધી ઉત્સુકતા જગાડ્યા બાદ આખરે રિતિક રોશને દીપિકા પાદુકોણ સાથેની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. રિતિક રોશને પોતાના બર્થ ડે પર એટલે કે ૧૦ જાન્યુઆરીએ ૩૨ સેકંડનો વિડીયો શેર કરીને નવી ફિલ્મની જાહેરાત કરી છે. રિતિક રોશને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની જાહેરાત કરતો વિડીયો પોસ્ટ કરીને લખ્યું, *ફાઈટર રૂપે સ્છઇહ્લન્ૈંઠના વિઝનની નાનકડી ઝલક બતાવી રહ્યો છું. દીપિકા પાદુકોણ સાથે પહેલી ફ્લાઈટ માટે આતુર છું. સિડ આનંદની જોય રાઈડ માટે તૈયાર છું. *

દીપિકા પાદુકોણે પણ ફિલ્મની પહેલી ઝલક બતાવતો આ વિડીયો શેર કરીને લખ્યું, *સપના ખરેખર સાકાર થાય છે.* રિતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થવાની છે. દીપિકા અને રિતિકના ફેન્સ આ એક્શન ફિલ્મની જાહેરાત થયા પછી બંનેને એકસાથે સ્ક્રીન પર જોવા માટે આતુર છે. તેઓ એક્ટર્સની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. રિતિકે લાંબા સમય બાદ નવી ફિલ્મની જાહેરાત કરી છે. રિતિક રોશન છેલ્લે ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ હતો. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કરી હતી. જ્યારે ‘ફાઈટર’ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ પ્રોડ્યુસ કરી રહ્યો છે. દીપિકાની વાત કરીએ તો, એક્ટ્રેસ પાસે હાલ ઘણી ફિલ્મો છે. દીપિકા શકુન બત્રાની આગામી ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોવા મળશે. લોકડાઉન બાદ દીપિકાએ અનન્યા અને સિદ્ધાંત સાથે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. આ સિવાય દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે. ઉપરાંત દીપિકા સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે. દીપિકા પાદુકોણ અને પતિ રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ રિલીઝ માટે તૈયાર છે. ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવની બાયોપિક ‘૮૩’માં રણવીર કપિલ દેવના રોલમાં જ્યારે દીપિકા તેમની પત્ની રોમી દેવની ભૂમિકામાં જોવા મળશે.