આરોગ્ય સચિવ જયંતિ રવિ સોમવારે જામનગર પહોંચશે: ડોકટરો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે જોવા મળી રહ્યો છે.એકબાજુ કોરોનાનું એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ક્લેસમાં ઘટાડો જોવા મળ્યો છે  બીજી બાજુ સ્થાનિક જીલ્લા લેવલે સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે ગુજરાત રાજ્યની સિક્યુરીટી ની દ્રષ્ટીએ અતિ મહત્વની એવી ત્રણેય પાંખ ધરાવતા જામનગર જીલ્લામાં પણ હવે કોરોના વકર્યો છે. જીલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય  વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ સોમવારે જામનગર જીલ્લાની મુલાકાતે પહોચશે. અને તબીબો અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજશે. જામનગર કોવિડ-19 હોસ્પિટલ ની પણ મુલાકાત લઈ શકે છે.