આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કોરોનાના કેસમાં વધારો થતા સુરત પહોંચ્યા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના પોઝિટિવના વધતા કેસને પગલે રાજ્યના આરોગ્ય સચિવે સુરતમાં ફરી સુરત પહોંચ્યા છે અને  બીજીવાર સુરતમાં આરોગ્ય સચિવે પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. સતત વધી રહેલા કોરોના પોઝિટિવના કેસને લઈ મહાનગરપાલિકામાં બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા ચર્ચા કરવામાં આવી રહી છે. કોરાના હોટ સ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ અટકાવવા માટે અગાઉ 20મી જૂને આરોગ્ય સચિવ સુરત આવ્યા હતાં.

જયંતિ રવિની સુરત મહાનગર પાલિકા મુખ્ય કચેરીની મુલાકાત લીધી હતી. મુગલીસરા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં બેઠક થઈ હતી. બેઠકમાં સુરત મનપાના કમિશનર અને આરોગ્ય ખાતાના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ સિવાય શહેરના જાણીતા તબીબો પણ મિટિંગમાં જોડાયા હતા.