સ્વાસ્થ્ય સંબંધી બાબતો: મીઠાઇના પેકેટ પર ઉત્પાદન અને વપરાશની તારીખ લખવી ફરજિયાત રહેશે

Election 2019
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ કયારે બની છે અને કયાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ઘ દંડ અને દુકાન પર તાળા મારવા સુધીની કાર્યવાહી પણ થઈ શકશે.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSI) દ્વારા બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે ૧ ઓકટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી. આ કારણે આ નિર્ણય લેવાયો છે. મોટા શહેરોમાં મોટા ભાગે પેકેટમાં મીઠાઈ વેચાય છે. પેકેટ પર પણ દુકાનદારે તેના ઉત્પાદન અને વપરાશની તારીખ જણાવવી પડશે.

આ અગાઉ આ આદેશ ૧ ઓગસ્ટથી લાગુ થવાનો હતો. પરંતુ મીઠાઈ એસોસીએશને કોરોનાનો હવાલો આપીને તેની તારીખ વધારવાની અપીલ કરી હતી. હવે સરકાર આ દિશામાં આગળ વધવા માંગતી હોવાથી આ આદેશ અપાયો છે.