તમે કયારેય બિયર પીતી માછલી જોઈ છે ?

Ajab Gajab

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

પ્રાણીજગતમાં પણ કયારેક અજીબોગરીબ ઘટના જોવા મળે છે. ‘ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદા અવારનવાર પશુ-પંખીઓની આવી ઘટનાઓ સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક માછલીનો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. એમાં એક બોટની કિનારી પર માછલી કૂદીને આવી છે, એટલું જ નહીં, જયારે બોટમાં બેઠેલા માણસે આ માછલીને બિયરનું કેન ધર્યું તો એમાંથી માછલી બિયર પણ ગટગટાવવા લાગી હતી. વિડિયો સાથેની કેપ્શનમાં લખ્યું છે, ‘બિયર પીવો હોય તો આ માછલીની જેમ પીઓ. જુઓ, આ માછલી કેટલી ભાગ્યશાળી છે, ગરમીના દિવસોમાં તેને ઠંડો બિયર પીવા મળી રહ્યો છે.’