ભારતીય નૌકાદળના જહાજો અને સબમરીન પર નજર રાખવા બદલ ગુજરાત સ્થિત પાકિસ્તાની એજન્ટની ધરપકડ

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

પાકિસ્તાન જાસુસી તંત્ર આઇએસઆઇ માટે જાસુસી પ્રવૃતિઓમાં સંકળાયેલ તથા ગુજરાતના નિવાસી જીતેલી ઇમરાનની નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ) એ ધરપકડ કરી છે. સમગ્ર જાસુુસી ઝાળનો તે મુખ્ય આરોપી છે એનઆઇએ જણાવ્યું છે કે વિશેષ તપાસ ચાલી રહી છે.

પાકિસ્તાનમાં રહેલા જાસુસોએ ભારતમાં એજન્ટોની ભરતી કરી હતી અને આ આંતરરાષ્ટ્રીય જાસુસીનું રેકેટ ચલાવ્યુ છે જેમાં ભારતીય નૌકા સેનાના જહાજો અને સબમરીનની હિલચાલ થતા તેમના લોકેશનની સંવેદનશીલ અને અંત્યત ગુપ્ત માહિતીઓ એકત્ર કરી પાકિસ્તાનને પહોંચાડતા હતા આ ઉપરાંત અન્ય ડિફેન્સ માળખાઓની વિગતો પણ મેળવી આઇએસઆઇને પહોંચડાતા હોવાનું નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી જણાવે છે.