ગુજરાતને લોહીના રંગે રંગવા કારસોઃ વિશાળ શસ્ત્ર કૌભાંડ ઝડપાયું

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસ સર્વત્ર કાળોકેર મચાવી રહ્યો છે ત્યારે પણ અસામાજિક તત્વો પોતાના બિહામણા ઈરાદાઓ પાર પાડવા ષડયંત્ર ઘડતા હોય છે પરંતુ ગુજરાત એટીએસે એક સુપરડુપર ઓપરેશન પાર પાડી તેઓના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધુ છે. ગુજરાત એટીએસે વિવિધ શહેરોમાં દરોડા પાડી ૫૦ જેટલા વિદેશી શસ્ત્રો ઝડપી આ બારામાં ૯ જેટલા લોકોની ધરપકડ કરી તેઓની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

આ અંગે આંતરીક વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત એટીએસના ઈન્ચાર્જ વડા જે.આર. મોથલીયાના માર્ગદર્શન હેઠળની ટીમોએ ગુજરાતને લોહીના રંગે રંગવાના અસામાજિક તત્વોના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. એટીએસે એક સુપરડુપર ઓપરેશન પાર પાડી હથીયારો વેચવાના મહાકૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એટીએસની વિવિધ ટીમોએ મોરબી, ભાવનગર, કચ્છ, અમરેલી, અમદાવાદ, વાંકાનેર સહિતની જગ્યાઓ પર ગુપ્તરાહે સર્ચ કરી ૪ ડઝનથી વધુ વિદેશી હથીયારો પકડી પાડયા છે. એટીએસે જે શસ્ત્રો જપ્ત કર્યા છે તે મોટાભાગના વિદેશી હોવાનું જાણવા મળે છે. એટીએસ દ્વારા અત્યાર સુધીમાં આ બારામાં કુલ ૯ વ્યકિતઓની ધરપકડ  કરવામાં આવી છે. જેઓની ગુપ્ત જગ્યાએ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓની પૂછપરછ બાદ નવા સનસનીખેજ ખુલાસાઓ થાય તેવી શકયતાઓ પણ છે.

એવુ પણ જાણવા મળે છે કે આવી રહેલા તહેવારો દરમિયાન ગુજરાતને ધણધણવવાનું અને ગુજરાતની શાંતિને ડહોળવાનું ભયંકર ષડયંત્ર હતુ જે ગુજરાત એટીએસે નિષ્ફળ બનાવ્યુ છે. હવે એટીએસ એ બાબતની તપાસ કરી રહી છે કે આ હથીયારો કોણે મોકલ્યા ? શા માટે મોકલ્યા ? ઈરાદાઓ શું હતા ? મુખ્ય માથુ કોણ છે ?

જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમાં હથીયારો વેચવાના કૌભાંડનો અત્યાર સુધીના ઈતિહાસનો આ સૌથી મોટો સનસનીખેજ પર્દાફાશ છે. એટીએસે જો કે જે લોકોને દબોચ્યા છે.