ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશન અને અંજના સિંઘનું રોમેન્ટિક ભોજપુરી ગીત સોશિયલ મીડિયા પર વાયરલ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ગોરખપુરથી બીજેપી સાંસદ રવિ કિશન હાલ બોલિવુડમાં તપાસની માંગને ચર્ચામાં આવ્યા છે. જેના બાદ કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તેમની આલોચના કરી છે. ત્યારે આવામાં તેમનુ એક જૂનુ સોન્ગ ફરી ચર્ચામાં આવ્યું છે. રવિ કિશને ભોજપુર ઈન્ડસ્ટ્રીઝમાં અનેક મોટી સુપરહીટ ફિલ્મો આપી છે.

તેમની ફિલ્મોના અનેક ગીતો લોકોના જીભે ચઢેલા છે. અંજના સિંહ અને રવિ કિશનનું રોમેન્ટિક ભોજપુર ગીત ‘સંઈયા દેખી ના એસે નજર સે….’ નો વીડિયો દર્શકોને પર ખૂબ પસંદ આવી રહ્યું છે.

આ ગીતને કલ્પના અને અલોક કુમારે સાથે મળીને ગાયું છે. જ્યારે કે આ ગીતના બોલ એસ કુમારે લખ્યા છે. રવિ કિશન આ ગીતમાં અંજના સિંહ સાથે રોમાન્સ કરતા ચર્ચામાં આવ્યા છે. બંનેની ઓનસ્ક્રીન રોમેન્ટિક કેમેસ્ટ્રી કમાલની લાગી રહી છે.