ભારત માટે સારા સમાચાર : કોરોના કેસમાં ચમત્કાર સર્જવાની નજીક ઓકસફર્ડ વેકસીન

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઘાતક કોરોના વાયરસના ખાત્મા માટે એક વેકસીન ચમત્કારની નજીક પહોંચી ગઇ છે. ઓકસફર્ડ યુનિ. અને ફાર્મા કંપની AstraZenecaની આ વેકસીન (AZD1222) એ કોરોના ઉપર જાણે વિજય મેળવી લીધો છે. પ્રથમ અને બીજા ફેઝના ટ્રાયલમાં વેકસીન સફળ સાબિત થઇ છે. હવે ત્રીજા ફેઝની ટ્રાયલ ચાલી રહી છે. ભારતમાં તેના લોન્ચીંગ પહેલા વેકસીનની ટ્રાયલ થશે.

એસ્ટ્રાજેનેકા અને ઓકસફર્ડ યુનિ. તરફથી વિકસિત કોરોના વેકસીન વિકસીન કરવામાં સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા (SII)નો પણ સાથ મળ્યો છે. સીરમ વિશ્વમાં દવા બનાવતી સૌથી મોટી કંપની પૈકી એક છે. આ દેશી કંપનીના સીઇઓ પુનાવાલાએ કહ્યું છે કે કંપની ૧ સપ્તાહની અંદર તેની કલીનીકલ ટ્રાયલ શરૂ કરવાનું લાયસન્સ લેવા અરજી કરશે.

સીરમએ કહ્યું છે કે તે જેટલી વેકસીન બનાવશે તેના ૫૦% ભારત અને ૫૦% બાકીના દેશો માટે હશે. એવામાં જો જ્યારે ઓકસયફર્ડની વેકસીન તૈયાર થવા પર ભારતને અડધી ખેપ મળી શકે છે એટલે કે ૫૦ કરોડનો ખોરાક મળી શકે છે.

તેમણે કહ્યું હતું કે ઓકસફર્ડની વેકસીન વર્ષાંતે તૈયાર થઇ જશે.

આ વેકસીનના પ્રથમ – બીજા ફેઝના પરિણામો આવ્યા છે. ત્રીજા ફેઝની ટ્રાયલ બ્રાઝીલમાં શરૂ થયું છે. તેમાં ૫૦૦૦ લોકો જોડાયા છે. આવું જ દ.આફ્રીકામાં થઇ રહ્યું છે.

સીરમ ઓકસફર્ડ સાથે રહી વેકસીન બનાવવાની પૂરી તૈયારી કરી ચૂકયું છે. ૩ માસમાં લાખો બનાવવાની તૈયારી છે.

બ્રિટનના સંશોધકોએ એપ્રિલમાં ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. કુલ ૫૬ દિવસ ટ્રાયલ થઇ જેમાં ૧૦૫૫ લોકોને આવરી લેવાયા અને જણાયું કે, વેકસીન સલામત છે એટલું જ નહિ વાયરસ વિરૂધ્ધ એન્ટી બોડી પણ બનાવે છે. ૧૮થી ૫૫ વર્ષના લોકો પર ટ્રાયલ થઇ તો ફાયદો જણાયો. ઇમ્યુનિટી સીસ્ટમ મજબૂત કરવાનું કામ પણ તેણે કર્યું.