બે અઠવાડિયામાં કોરોનાની સારવાર માટે ખુશખબર આપીશ : ટ્રમ્પ

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેનું પ્રશાસન આગામી બે સપ્તાહની અંદર કોરોનાની સારવારને લઈને સારા સમાચાર આપશે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘કોવિડ-૧૯ની સારવાર સંબંધમાં…મને લાગે છે કે આગામી બે સપ્તાહમાં અમારી પાસે કહેવા માટે વાસ્તવમાં ઘણા સારા સમાચાર હશે. આગામી બે સપ્તાહમાં હું કેટલીક જાહેરાત કરીશ.’

આ પહેલા સોમવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ બાયોટેકનોલોજી કંપની મોડર્ન દ્વારા વિકસિત સંભવિત કોવિડ ૧૯ રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કર્યું છે.

અમેરિકન કંપની મોડર્ના વેકસીન લાવવાની ખૂબ જ નજીક છે. મોડર્નાની રસીનું ફાઇનલ સ્ટેજ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. રસીનાં ટ્રાયલમાં મદદ માટે અમેરિકાની સરકારે બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને મોડર્ન કંપનીને વધારાના ૪૭૨ મોલિયિન ડોલર આપ્યા છે. આ પહેલા કંપનીને એપ્રિલમાં અમેરિકાની સરકારે ૪૮૩ મિલિયન ડોલર આપ્યા હતા. અંદાજે ૩૦,૦૦૦ લોકો પર એ જાણવા માટે શોધ થશે કે આ રસી કોરોના વાયરસથી બચવામાં કેટલી પ્રભાવશાળી છે.

અમેરિકામાં કોરોનાની જે પ્રથમ રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે, તે વૈજ્ઞાનિકોને આશા મુજબ લોકોની રોગ પ્રતિકારક શકિત વધારે છે. સરકારને આશા છે કે તેના પરિણામ વર્ષના અંત સુધી સામે આવશે. આ રસીની એક મહિનીની અંદર બે ડોઝ આપવા જરૂરી છે. તેના કોઈ ગંભીર દુષ્પરિણામ આવ્યા નથી.