હવે ટાઇપ કર્યા વગર જ આપો મેસેજનો રિપ્લાઇ : ઓટોમેટિક ફીચર કરશે તમારી મદદ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

જો તમે તમારા કામમાં ખૂબ જ વધારે વ્યસ્ત રહો છો તો બની શકે છે કે, તમારા માટે દરેક ટેકસ્ટ મેસેજનો જવાબ આપવો સરળ ન બને, પરંતુ મેસેજનો જવાબ ન આપવા પર લોકો તમારા માટે પરેશાન પણ થઈ શકે છે. જો તમે દરેક ટેકસ્ટ મેસેજનો જવાબ નથી આપી શકતા તો સરળ રહેશે કે, ઓટોમેટિક ટેકસ્ટ મેસેજ રિપ્લાઈ ફીચરની મદદ લો. તો આનો જાણીએ કેવી રીતે એન્ડ્રોયડ ફોનની સાથે આ ફીચરનો વપરાશ કરી શકાય છે.

એન્ડ્રોયડ ફોનમાં બાય ડિફોલ્ટ ઓટોમેટિક ટેકસ્ટ મેસેજને રિપ્લાઈ કરનાર કોઈ ફીચર નથી. તે માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તે માટે તમારે sms ઓટો રિપ્લાઈ (sms auto reply) (https://play. google.com/store/apps/details?id=com.lemi.smsautoreplytextmessage free&hl=en_IN)ની મદદ લઈ શકે છે. તેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

તેને ડાઉનલોડ કર્યા બાદ એપને ઓપન કરો અને Add/ Edit બટન પર ટેપ કરો.

જેમાં બિઝી પ્રોફાઈલ બાય ડિફોલ્ટ સિલેકટ થાય છે. તમે તમારુ નામ દાખલ કર્યા બાદ મેસેજને કસમાઈઝ કરી શકો છો. તમે ઈચ્છો તો, અહીંયા પર પહેલાથી સેટ પ્રોફાઈલને બદલી પણ શકે છે. અહીંયા પર કસ્ટમાઈઝ મેસેજ તરીકે ડ્રાઈવિંગ, સ્લિપિંગ, મીટિંગ્સ વગેરેને જોડી શકે છે.

અહીંયા તમને સુવિધા મળે છે કે, તમે કોઈ ખાસ કોન્ટેકટને ઓટો રિપ્લાઈ કરી શકો છો. તે માટે તમારે પર્સનલાઈઝડ લિસ્ટ પર ટેપ કરવાનુ રહેશે.

ત્યારબાદ પોતાના ફોનબુકથી તે નંબરને સિલેકટ કરી લો, જેથી તમે મેસેજનો ઓટો રિપ્લાઈ કરવા માગે છે. તે સિવાય અહીંયા પર ડોન્ટ રિપ્લાઈટ લિસ્ટ પણ છે. અહીંયા પર તે કોન્ટેકટને જોડી શકો છો. જેને તમે ઓટો રિપ્લાઈ નથી કરવા માગતા.

ત્યારબાદ સેટ ટાઈમવાળા ઓપ્શન પર જાઓ. અહીંયા પર ઓટો મેસેજ રિપ્લાઈ માટે ટાઈમ, ડેટ વગેરેને સિલેકટ કરી શકો છો.

જો તમે ઓટો મેસેજ રિપ્લાઈ માટે કસ્ટમાઈજેશનનુ કાર્ય પૂર્ણ થઈ જાય છે તો, ફરી સેવ બટન પર કિલક કરી પ્રોફાઈલ સેવ કરી દો.

ત્યારબાદ Turn On/ Off પર કિલક કરો. અહીંયા પર ટોગલને ઓટો રિપ્લાઈ માટે ટર્ન ઓન કરી દો. સાથે જ તેને નોટિફિકેશન એકસેસ માટે મંજૂરી આપી દો.

બાદમાં આ એન્ડ્રોય ફોન પર આવતા ટેકસ્ટ મેસેજને ઓટો રિપ્લાઈ કરવાનુ શરૂ કરી દો. જોકે, આ મિસકોલ અથવા ફરી વોટ્સએપ અને હેંગઆઉટની સાથે કાર્ય નથી કરતા.