પાંચ ખૂંખાર આતંકવાદી દિલ્હીમાંથી ઝડપાયા
- (હમલોગ.ન્યૂઝ દ્વારા)
દિલ્હીના શકરપુર વિસ્તરમાંથી આજે ૫ ત્રાસવાદીઓ ઝડપાયા છે આ પાંચેયને દિલ્હી પોલીસની સ્પે. સેલએ અથડામણ બાદ પકડી પાડ્યા છે.
પાંચયમાંથી બે પંજાબ અને ૩ કાશ્મીર સાથે ધરોબો ધરાવે છે.
ત્રાસવાદીઓ પાસેથી શસ્ત્રો અને દસ્તાવેજો મળ્યા છે હજુ પાટનગરમાં કેટલાક ત્રાસવાદીઓ છુપાયા હોવાનું માનવામાં આવે છે.
ઝડપાયેલા ત્રાસવાદીઓ ઇસ્લામિક અને ખાલીસ્તાન સંગઠનો સાથે જોડાયેલા છે.
આ પાંચેય ત્રાસવાદીઓ દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાનું મનાય છે. પોલીસ તેમની પુછપરછ કરી રહી છે.