ખેડુતો કૃષિ કાયદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

નવા કૃષિ કાનૂનોને લઈને કિસાન સંગઠનો અને સરકાર વચ્ચે ચાલી રહેલ ખટરાગ સમાપ્ત થવાનું નામ જ નથી લેતો. કાનૂનો વિરૂદ્ધ કિસાનોનું આંદોલન ચાલુ છે. ત્રણેય કાનૂન પરત લેવા ખેડૂતોની માંગણી છે. સરકાર કાનૂન પરત લેવાને બદલે માત્ર સંશોધનનો પ્રસ્તાવ આપી રહેલ છે. આ દરમ્યાન કિસાન સંગઠનોએ કૃષિ કાનૂન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે તો બીજી તરફ પીએમ મોદીએ દેશવાસીઓને કિસાન આંદોલનને લઈને ગુરૂવારની પ્રધાનોની પ્રેસ કોન્ફરન્સ સાંભળવાની અપીલ કરી છે.

ભારતીય કિસાન યુનિયને કૃષિ કાનૂન વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં ત્રણેય ખરડાઓની વાત જણાવી છે. ખેડૂતોેએ જણાવ્યુ છે કે કાનૂન પરત નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કૃષિ મંત્રી તોમરે ખેડૂતોને ચર્ચા માટે આગળ આવવા ફરી જણાવ્યુ છે.

પીએમ મોદીએ આજે ટ્વીટ કરી કૃષિમંત્રી તોમર દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને તે સાંભળવા અપીલ કરી હતી.

ખેડૂતો બે સપ્તાહથી દિલ્હીની સરહદો પર અડીંગો જમાવીને બેઠા છે. અત્યાર સુધીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે.