આને કહેવાય કાગનો વાઘ : શ્વાનને વાઘ બનાવવા ચટાપટા રંગી દીધા

Ajab Gajab
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મલેશિયામાં વાઘ જેવા પીળા અને કાળા પટ્ટા ધરાવતો શ્વાન જોવા મળ્યો છે. એની તસવીરો સોશ્યેલ મીડિયામાં વાઇરલ થઈ એ પછીથી પશુ વિભાગના અધિકારીઓ અને પશુપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. મલેશિયાના પશુ સંઘે આ ડોગીનો ફોટો ફેસબુક પર પોસ્ટ કરતાં રોષ સાથે આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી છે. ડોગીને વાઘના રંગે રંગવાની કોશિશ કરનારાઓની તપાસ કરવા ઉપરાંત તેમણે લોકોને આ શ્વાન કોનો છે એ જાણવાની પણ અપીલ કરી છે. જે આ વિશે માહિતી આપશે તેને પુરસ્કાર આપવાની ઓફર પણ કરવામાં આવી છે. વિરોધકર્તાઓના મતે જનાવરો પર ઉપયોગ કરાતો પેઇન્ટ વિષયુકત અને કદાચ હાનિકારક હોય છે.