અમરનાથ યાત્રા ૨૧ જુલાઇથી શરૂ થઇ જાય તેવી પુરજોશથી તૈયારીઓ : જમ્મુના ૧૦ ડોકટર અને ૧૭ પેરા મેડીકલ સ્ટાફ તૈનાત રહેશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોનાના કારણે નિરધારીત સમયે શરૂ ન થઇ શકેલી અમરનાથ યાત્રા તા. ૨૧ જુલાઇથી શરૂ થઇ જાય તેવી પૂરજોશથી તૈયારીઓ આરંભાઇ હોવાના સંકેતો મળી રહ્યા છે.

ગત તા. પ જુલાઇના જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ જી.સી. મુર્મુએ અમરનાથ ગુફામાં હિમ શિવલીંગની વિધિવત પૂજા અર્ચના કર્યા પછી યાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથો સાથ દશનામ અખાડાના મહંત દેવેન્દ્રગીરીજી મહારાજે પણ પહેલાગામમાં વિધિવત પૂજા અર્ચના કરી યાત્ર ઝડપથી શરૂ કરવાના સંકેતો આપ્યા છે.

જો કે આ વષે ફકત બાલતાલના માર્ગે જ યાત્રા ખુલ્લી મુકાય તેવી સંભાવના છે. અને ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે પવિત્ર ગુફાની આરતીનુ઼ દુરદર્શનના માધ્યમથી સવારે ૬ થી ૬.૩૦ અને સાંજે ૫ થી પ.૩૦ જીવંત પ્રસારણ કરવામાં આવશે.

યાત્રિકોની આરોગ્ય ચકાસણીના નિયમો થોડા વધુ કડક બનાવવામાં આવ્યા છે. આ માટે જમ્મુથી ૧૦ ડોકટર અને ૧૭ પેરામેડીકલ સ્ટાફ તૈનાત રખાશે. યાત્રાને લઇને લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.