ગુજરાતમાં ભૂકંપ: લોકોએ ડરવાની જરૂર નથી આફ્ટર શોકની શક્યતા ખુબ નહીવતઃ વૈજ્ઞાનિક

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રે ભૂકંપના આંચકા અનુભવાાય છે. આ આંચકાની તિવ્રતા 5.5 રિક્ટર સ્કેલ નોંધવાની આવી છે. એક તરફ કોરોના વાયરસનો કહેર છે અને બીજી તરફ ભૂકંપનાઆંચકા  અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભૂકંપના આંચકા બાદ ફરીથી આંચકા આવવાની શક્યતાઓ રહેલી છે. જોકે વૈજ્ઞાનિકનું કહેવું છે કે 5.5 તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત છે. જેના પગલે લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

મળતી માહિતી પ્રમાણે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે અત્યારે આવેલા ભૂકંપની તિવ્રતા 5.5ની નોંધાઈ છે. જોકે, જેથી આ વખતે ફરીથી ભૂકંપનો આંચકો આવવાની શક્યતા નહિવત છે. જેથી લોકોને પેનિક થવાની જરૂર નથી.