દશેરાની ઉજવણી મોંઘી પડશે : ફાફડાનો ભાવ 450 થી 600: જલેબી 600 થી 700ની કિલો

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સહિત રાજયભરમાં દશેરા પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વખતે કોરોના ના કારણે રાવણ દહન થવાનું નથી. પણ અમદાવાદના સ્વાદ રસિયાઓ ફાફડા જલેબીની જયાફત જરૂરથી ઉડાવશે. ત્યારે વિજયાદશમી પહેલા જ ફાફડા જલેબીના ભાવ સાતમા આસમાને છે. કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજય સરકારે ગરબાના આયોજનો અને રાવણ દહન જેવા કાર્યક્રમો કે જયાં લોકોની ભીડ એકઠી થતી હોય ત્યાં પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં દશેરાની ઉજવણીના ભાગરૂપે ફાફડા જલેબી આરોગવાનું કલચર છે.

આ વખતે પણ દર વર્ષની જેમ જ લોકો ફાફડા જલેબીની લિજ્જત માણશે. જેને લઈ ફરસાણના વેપારીઓને ત્યાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાલ ફાફડા ૪૫૦દ્મક ૬૦૦ રુપિયે કિલો, જયારે ચોખ્ખા દ્યીમાં જલેબી ૬૦૦દ્મક ૭૦૦ રુપિયે કિલો વેચાઈ રહ્યાં છે. જયારે તેલમાં જલેબી ૨૬૦દ્મક ૪૦૦ રુપિયા કિલો આસપાસ વેચાણ થઈ રહ્યું છે. જોકે, દશેરાના દિવસે આ ભાવથી પણ વધુ ભાવ લેવાશે તે નક્કી છે.

લોકોએ જણાવ્યું કે, દશેરા જેવા તહેવારની ઉજવણીની વાત હોય ત્યારે કવોલીટી અને પ્રાઈઝમાં કોઈ બાંધછોડ કરતા નથી. તેમજ ફાફડા જલેબી મોંદ્યા હોય તો ઓછા ખાવાના પણ જલેબી અને ફાફડા ખાવાના એટલે ખાવાના. ફરસાણના વેપારી રાજેન્દ્રભાઈએ જણાવ્યું કે, દર વર્ષ કરતા આ વખતે પરિસ્થિતિ જુદી છે. કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક સંકડામણમાં છે, પણ લોકો ફાફડા-જલેબી પેટ ભરીને ખાતા હોય છે. આ વર્ષે પણ આવું જ જોવા મળશે.

સામાન્ય રીતે અમદાવાદમાં ફરસાણના વેપારીઓની સાથે મંડપ બાંધીને સ્ટોલ ઊભા કરીને પણ દ્યણા લોકો દશેરાના દિવસે ખાસ ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. એટલે કે અમદાવાદમાં ફરસાણના વેપારીઓ સિવાય અલગથી મંડપ ઉભા થાય તેવા ૮થી ૧૦ હજાર સ્ટોલ ફાફડા જલેબીના લાગે છે.

દશેરાના પર્વએ અંદાજે કરોડો રુપિયાના લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે. મહત્ત્વનું છે કે કોરોનાને કારણે ગરબા રસિયાઓને આ વખતે ગરબે દ્યૂમવા તો નથી મળ્યું પણ લોકોમાં દશેરાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કઈક અલગ જ હોય છે. આસુરી શકિત પર દૈવી શકિતના વિજયના પ્રતિક એવા દશેરા પર્વએ લોકો ફાફડા જલેબી આરોગીને તહેવારની ઉજવણી જરૂરથી કરે છે.