કોરોનાના વળતા પાણી : મૃત્યુદર અને સક્રિય કેસ દરમાં તીવ્ર ઘટાડો

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતમાં હવે કોરોનાનો કહેર ઘટી રહ્યો હોવાના સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૭૩૨ નવા કેસ સામે આવ્યા છે અને એ દરમિયાન ૮૧૬ લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૭૧૨૦૫૩૯ની થઇ છે.

ભારતમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યા હોવાના આંકડા જાણવા રહ્યા છે. અત્યાર સુધીમાં ૬૧૪૯૫૩૫ લોકો સાજા થયા છે જ્યારે હાલ ૮૬૧૮૫૩ એકટીવ કેસ છે. ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક ૧૦૯૧૫૦ થવા પામ્યો છે. ગઇકાલે ૯૯૪૮૫૧ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા એ સાથે કુલ ૮૭૮૭૨૦૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ સંક્રમિતોના મામલા બીજા ક્રમે છે એટલું જ નહિ સૌથી વધુ મોતના મામલામાં ત્રીજા ક્રમે છે. ભારત એવો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ એકટીવ કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૪૦૩૪૯ લોકોના મોત થયા છે અને ત્યાં કુલ ૧૫૨૮૨૨૬ કેસ નોંધાયા છે.  મૃત્યુદર અને એકટીવ કેસ રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૫૪ થઇ ગયો છે. આ સિવાઇ એકટીવ કેસનો દર પણ ઘટીને ૧૨ ટકા થઇ ગયો છે. રિકવરી રેટ ૮૬ ટકા થઇ ગયો છે.

વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કુલ ૩૭૭૪૮૨૨૬ કેસ નોંધાયા છે અને ૧૦૮૧૪૪૩ લોકોના મોત થયા છે. વિશ્વમાં એકટીવ કેસ ૮૩૧૬૨૬૪ છે. અમેરિકામાં મૃત્યુઆંક ૨૧૯૬૯૫ છે અને કુલ કેસ ૭૯૯૧૯૯૮ છે.