દવાઓ રોગો સારા કરે છે, તો ક્યારેક નવા રોગો જન્માવે પણ છે

Blogs

  • ડો. મુકુલ ચોકસી

 

‘આયેટ્રોજેનિક ડિસિઝ’ (તબીબી વિજ્ઞાન, તબીબો અને દવાઓને કારણે થતા રોગો) મેડિકલ સાયન્સની તમામ શાખાઓમાં જાવા મળે છે. તેને વિશે લખાવું જાઈઍ. ઍના અનુસંધાનમાં આજે, સાઇકીઆટ્રીના દર્દીઓને થતા ‘આયેટ્રોજેનિક ડિસીઝ’ વિશે વાત કરવાની ઇચ્છા થાય છે.

વર્ષો પહેલાં, પોતાની ગાંડપણની અવસ્થાને કારણે અન્યોનાં જાનમાલને જાખમમાં મૂકી દેતાં દર્દીઓ માટે કોઈ સચોટ ઉપાય નહોતો. વીસમી સદીના છઠ્ઠા દાયકાની શરૂઆતમાં ‘ક્લોરપ્રોમેઝીન’ જેવી મહત્ત્વની ઍન્ટીસાઇકોટિક દવાઓ શોધાઈ તે પહેલાંના સમયની વાત છે. ત્યારે તોડફોડ કરતા, ભાગી જતાં, કાબૂમાં ન રાખી શકાય ઍવા દર્દીઓને બાંધીને પૂરી રાખવા સિવાય કોઈ ઉપાય નહોતો. આ ગાળામાં, ૧૯૩૩માં ‘ઇન્સ્યુલિન કોમા’ નામની ઍક પ્રકારની સારવાર અસ્તિત્વમાં આવી. જેને કારણે ઘણા અતિશય ગાંડપણવાળા લાંબા ગાળાના ‘સાયકોટિક’ દર્દીઓને કાબૂમાં રાખવાનું શક્ય બન્યું. આથી ઝડપભેર આ સારવાર પ્રચલિત બની અને સૂરતથી માંડીને સાન ફ્રાન્સીસ્કો સુધી બધે જ તેનો વપરાશ વધ્યો.

પણ ઇન્સ્યુલીન મૂલતઃ ડાયાબિટીસ મેલાઇટ્સ નામના રોગમાં આપવામાં આવે છે. તે લોહીમાં ફરતી શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. જા વધુ પડતું ઇન્સ્યુલીન આપવામાં આવે તો મગજમાં લોહી દ્વારા પહોîચતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે જે ઊંઘ, તંદ્રા, બેધ્યાનપણું, ખેîચ તથા કોમા (બેભાન અવસ્થા) કરી શકે છે. લાંબા ગાળા સુધી ઇન્સ્યુલીન આપીને જા મગજને ગ્લુકોઝ વગર રાખવામાં આવે તો તેમાં ફરીથી સુધારી ન શકાય ઍવો (ઇરરીવર્સિબલ) બગાડ થઈ જાય છે. ઇન્સ્યુલીનના ઓવરડોઝને કારણે દર્દીઓઍ જાન પણ ગુમાવ્યા છે.

આવી ગંભીર આડઅસરોને કારણે તેમજ હેલોપેરીડોલ, થાયોરીડાઝીન જેવી અનેક ઓછી જાખમી તતા વધુ અસરકારક દવાઓની શોધ થવાને લીધે ઇન્સ્યુલીન કોમાનો વપરાશ ધીમે ધીમે ઘટતો ગયો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી (અમુક સ્થળોને બાદ કરતાં) આખી દુનિયામાંથી સાયકોસીસની સારવારરૂપે ઇન્સ્યુલીન આપવાની પ્રથા સદંતર દૂર કરી દેવામાં આવી છે.

કમનસીબે અપવાદરૂપે તે થોડાં સ્થળોઍ આવી જાખમી સારવાર હજુ ગયા વર્ષ સુધી અપાઈ રહી હતી, તેમાં દક્ષિણ ગુજરાતનાં બે’ક સ્થળો પણ છે. ડોક્ટરો પોતાની અજ્ઞાનતા, ટેવ, નવાં વલણો ન અપનાવવાની વૃત્તિ લાચારી કે પછી અન્ય ગમે તે કારણોસર પણ, ઇન્સ્યુલીન કોમા જેવી સારવાર ભયંકર નુકસાનકારક છે તેવું પુરવાર થઈ ગયું હોવા છતાં ય, દર્દીઓને ઇન્સ્યુલીન (દોઢસો યુનિટથી ય વધારે) આપતા અચકાયા નથી. મહિનાઓ સુધી ભૂખે પેટે ઇન્સ્યુલીનનાં ઇન્જેક્શનો લઈ લઈને બિચારા ગાંડા દર્દીઓ પૂરેપૂરા સાજા તો ન જ થાય અને ઉપરથી ખેîચ તથા લાંબા સમયની બેભાનવસ્થા (પ્રોલોન્ગ્ડ કોમેટોઝ સ્ટેટ) જેવા આયેટ્રોજેનિક રોગોના ભોગ બને તે જુદા!

પણ આ તો હજુ કંઈ નથી. ગાંડા દર્દીઓ ગુજરી જાય કે ખોવાઈ જાય કે તેમને કંઈ ખોડખાંપણ આવી પડે તો તેમના સગાઓ ડોક્ટરો સાથે લડવા ઝઘડવા આવતા નથી! ઍટલે તેમની સારવાર કરનારાઓને કોઈનો ડર નથી હોતો. ઇન્સ્યુલીન કોમા જેવી જ બીજી ઍક જાખમી સારવાર પદ્ધતિ સાઇકો સર્જરી છે. વન ફલ્યુ ઓવર કુક્ઝ નેસ્ટનો હીરો ચીફ આવે છે? તેને ગાંડો ઠરાવવામાં આવ્યો અને તેના ઉશ્કેરાટની ચરમસીમાઍ તેના બ્રેઇન પર ઓપરેશન કરી અમુક ભાગ કાપી નાખવામાં આવ્યો હતો.

આને સાઇકો સર્જરી કહેવાય છે. ફ્રન્ટલ લોબોટીમી અને લ્યુકોટોમી જેવાં નામો વડે તે ઓળખાય છે. પંચાવન વર્ષ પહેલાં ડો. મોનીઝને સાઇકો સર્જરી માટે ના÷બેલ પારિતોષિક મળેલું. તેનાથી પ્રેરાઈને ઍ ગાળામાં દુનિયામાં દર વર્ષે આવાં પાંચ હજાર ઓપરેશન થતાં. ઇટાલિયન પદ્ધતિ પ્રમાણે આંખના ખાડાઓમાંથી તીક્ષ્ણ સાધનો નાંખીને મગજના આગલા ભાગના સફેદ ફાઇબર્સને કાપી નાખવામાં આવતા. હા, સિવીયર ઓબ્સેશન્સ તથા રીફ્રેક્ટરી ડિપ્રેશનના કેટલાક દર્દીઓને આવી સર્જરીથી થોડો ફાયદો થતો, પણ કેટલાય દર્દીઓને હેમરેજ, મેનેન્જાઇટિસ તથા પર્સનાલિટીની ક્ષતિઓ જેવી ગંભીર આડઅસરો થતી જાવા મળી. જેને પરિણામે આવી સર્જરી બંધ થઈ ગઈ. આજે દુનિયાના સારા ન્યૂરો સર્જરીના વિભાગોમાં જ્યાં આવી સર્જરી થાય છે ત્યાં પણ દર વર્ષે બધું મળીને ભાગ્યે પચાસેક આવાં ઓપરેશનો થતાં હશે અને તે ય નિષ્ણાત ન્યૂરો સર્જનોના હાથે સ્ટીરિયોટેક્ટિક પદ્ધતિની મદદ વડે.

કમનસીબે, આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં પણ આવા ગંભીર તથા જાખમી ઓપરેશનો વિશ્વ આખામાં બંધ થયા પછી ય ઘણાં વર્ષો સુધી થતાં રહ્નાં છે. ઍટલું જ નહીં, ઍ ઓપરેશનો આંખોના ગોખલાઓમાંથી તીક્ષ્ણ ઓજારો નાંખીને કરવામાં આવ્યા છે અને તેય ઍવા ડોક્ટરો વડે જેઓ નિષ્ણાત અનુભવી ન્યુરો સર્જન ન હોય! કારણ! ગાંડાઓ જીવે કે મરે, સારા થાય કે રિબાય, તેમને કે તેમના સગાઓને કે બાકીની દુનિયાને શો ફર્ક પડવાનો છે? મગજના અમુક ભાગો કાપી નંખાયા પછી તેઓ ભાન-સાન, સુધ-બુધ, સમજશક્તિ ગુમાવીને ‘વેજિટેટિવ’ અવસ્થામાં પડી રહે તો તેમાં કોઈને શું નુકસાન થવાનું છે?

કોઈ પણ દવા કે ઉપચાર પદ્ધતિના વધુ પડતા ખોટા અથવા બિનજરૂરી ઉપયોગને કારણે આયેટ્રોજેનિક રોગો થતા હોય છે. ઇન્સ્યુલીન અને સાઇકો સર્જરીને લીધે જે મુસીબતો ઊભી થઈ હતી તેવી જ મુસીબતો ઇલેક્ટ્રિક શોકના વધારે પડતા, બેકાળજીભર્યા અને બિનજરૂરી ઉપયોગને કારણે થઈ છે.

ન્યૂ યા÷ર્કથી ઍક સાઇકિઆટ્રિસ્ટ ડો. વર્ષા શરદ વોરા સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે પૂછ્યું તમે ઈસીટી આપ્યા છે? મારે જરા જાવું હતું. અમારે ત્યાં ભાગ્યે જ કોઈને ઈટીસી અપાય છે. ઍટલા ઓછા કે અમારા અભ્યાસક્રમમાં ઍવું જણાવવું પડે છે કે સાઇકિઆટ્રીમાં ઍમડીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઍ દરેક ટર્મમાં ઍક ઈસીટી તો અપાતો જાયો જ હોવો જાઈઍ. હું ચોîકી ગયો. પણ મારો જવાબ સાંભળી ઍ ડોક્ટર વધારે ચોîકી ગયા, અહીં બધાઍ પુષ્કળ ઈસીટી આપ્યા હોય છે, હજારોની સંખ્યામાં, ઍમાં તે વળી શું જાવા જેવું છે?

તો વાત આમ છે. આપણે ત્યાં ઈસીટીનો ઉપયોગ પાણીની જેમ થાય છે. ગામડાની અભણ પ્રજાના મનમાં ઍવું ઠસાવી દેવાયું છે કે ગાંડપણની સારવાર ઍટલે દસ ઈસીટીનો કોર્સ. હકીકતમાં ઈસીટીમાં કોર્સ જેવું કંઈ હોતું નથી. કોઈ દર્દી છ ઈસીટીથી ય સારો થઈ જાય છે અને કોઈને સોળની જરૂર પણ પડે ને વળી કોઈ છવ્વીસ આપ્યા છતાંય સારો ન થાય ઍવું પણ બને. કોને ઈસીટીની જરૂર છે તે નક્કી કરવાના ચોક્કસ ધારાધોરણો હોય છે.

કોમ્પ્રીહેન્સીવ ટેક્ષબુક ઓફ સાઈકીઆટ્રી (બાય કેપ્લાન ઍન્ડ સેડોક)ની પાંચમી ઍડીશનના બીજા ભાગમાં, પાના નંબર ૧૬૭૭ ઉપર ઈસીટી અંગેના ચેપ્ટરમાં જણાવાયું છે કે મેજર ડિપ્રેશન વીથ મેલનકોલિયા જેવો રોગ કે જેમાં ઈસીટીનો ફાયદો સૌથી વધારે થાય છે તેમાં પણ ઈસીટી ફર્સ્ટ લાઈન ઓફ ટ્રીટમેન્ટ તરીકે વાપરવું યોગ્ય નથી. કેવળ ઍમાં દર્દીઓ કે જેઓને દવાઓની અસર ન થઈ હોય (નોનરીસ્પોન્ડર્સ) અથવા જેઓને ઍલર્જી કે અન્ય કોઈ કારણોસર દવાઓ આપી શકાય ઍમ ન હોય તેવામાં જ ઈસીટીનો વિચાર કરવો જાઈઍ.

આવું સૂચવવા પાછળનું કારણ ઍ છે કે ઈસીટી દરમિયાન આપવામાં આવતા ઍનેસ્થેસીયા ઉપરાંત પણ કેટલાક જાખમો રહેલા હોય છે. શહેરમાં આપણને ઍવા દર્દીઓ મળી આવશે જેઓને છેલ્લા કેટલાય વર્ષોમાં ડોક્ટરો બદલી બદલીને સો, બસો ઈસીટી લીધા હશે. ઈસીટીના વધારે પડતા ઉપયગથી તેમની યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે. આને આયેટ્રોજેનિક કોમ્પ્લીકેશન કહેવાય છે. કેમ કે સાચવીને, મર્યાદામાં રહીને ઈસીટી અપાય તો ભાગ્યે જ કોઈ દર્દીને કાયમી યાદશક્તિની તકલીફ થાય છે.

આમ ઈલેકટ્રીક શોક થેરાપી ઍ પ્રમાણમાં સારી, અસરકારક સારવાર પદ્ધતિ હોવા છતાં અને હિંસક, આત્મઘાતી વલણ ધરાવતા દર્દીઓમાં તત્કાલિકપણે ફાયદો કરાવી શકવાની ક્ષમતા ધરાવતી હોવા છતાં, ઍના પણ આડેધડ ઉપયોગથી દર્દીઓનું અહિત થવાનું જાખમ રહેલું હોય છે.

પરંતુ ઈસીટી ઈન્સ્યુલીન કે સાઈકો સર્જરીથી ય વધારે નુકસાન દવાઓને બેફામ, બેજવાબદાર ઉપયોગથી થતો હોય છે. નશીલા બંધાણીઓને આપણે ઍડીક્ટ તરીકે ઓળખીઍ છીઍ. આપણે જાણીઍ છીઍ કે આવા ડ્રગ ઍડીક્ટ દર્દીઓ ગલીઓમાં ખુણે ખાંચરે આવેલા અડ્ડાઓ પરથી બ્રાઉનશ્યુગર, સ્મેક, ગર્દ, હેરોઈન જેવા પદાર્થો લઈને નસકે ધુમ્રપાન દ્વારા નશો કરતા હોય છે. પણ આપણને હવે મોડે મોડે ખ્યાલ આવ્યો છે કે આવા ઍડીક્ટો સિવાયા પણ બીજા અનેક દર્દીઓ ઍવા હોય છે જેઓને સારવાર માટે વપરાતી, દવાઓની દુકાનોમાં મળતી દવાઓનું ઍડીકશન હોય છે.

જી, હા! ‘ડાયાઝેપામ’, નાઈટ્રાઝેપામ, લોરાઝેપામ, ક્લારડાયાઝે, પોકસાઈડ આલ્પ્રાઝોલામ જેવી દવાઓ અનેક કંપનીઓ બનાવે છે. આ બધી જ દવાઓને બેન્ઝોડાયોઝેપીન ગ્રુપની દવાઓ કહેવાય છે અને તેઓ જનરલાઈઝ્ડ ઍન્કઝાઈટી ડીસઓર્ડર નામના રોગ માટે ઉપયોગી છે. આ બધી દવાઓ ખુબ સાવચેતીપૂર્વક, અમુક જ પેશન્ટને, ટૂંકા ગાળા માટે આપવાની હોય છે. કેમ કે વધારે ડોઝથી અથવા લાંબા સમય સુધી આપવાથી તેનું બંધાણ, ડીપેન્ડન્સ થઈ જતું હોય છે. આમ છતાં ઘણા ડોક્ટરો તેમના ઘણા દર્દીઓને તેમના પ્રીસ્ક્રીપશન્સને અંતે ઍકાદ બેન્ઝોડાયાઝેપાઈન દવા આમ જ સારુ લાગે અને ઊંઘ આવે તે માટે લખી આપતા હોય છે. અલબત્ત, તેઓ ગુડફેઈથમાં જ આવું કરતા હશે, પરંતુ તેમણે ઍવો ખ્યાલ રાખવો જાઈઍ કે કેટલાક દર્દીઓ તેમનો મુળ રોગ સારો થઈ ગયા પછી પણ પેલી ઊંઘવાની સારું લાગે ઍવી દવા, જાતેજાતે જ મેળવીને લાંબા સમય સુધી લેતા રહેતા હોય છે અને આમ અધકચરા પ્રીસ્ક્રીપશનને કારણે ઍડીક્ટ થઈ જતા હોય છે અને દુઃખની વાત તો ઍ છે કે આવી ઍડીકશન કરતી દવાઓ બેન્ઝોડાયાઝેપાઈન સિવાય પણ ઘણી છે.

બાર્બીચ્યુરેઈટ્સ, ઍન્ટીહીસ્ટામીનીક તથા સીમપેથોમાઈમેટીક ગ્રુપની દવાઓ ખાંસી, શરદી, ઍલર્જી, દમ, ઍફીલેપ્સી જેવા રોગો માટે અપાતી હોય છે. લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના ડીપાર્ડમેન્ટ ઓફ ઍડીકશન બીહેવીયરના ડોક્ટરોઍ પ્રેક્ટીશનર, ૧૯૮૭, જાન્યુઆરીના અંકમાં તેમનો ઍક અભ્યાસ લેખ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં ડોક્ટરોને આવી દવાઓના પ્રીસ્ક્રીપશન્સ લખતી વખતે કાળજી રાખવાની ચેતવણી આપતા તેમણે જણાવ્યું છે કે તેમની હોસ્પિટલમાં ઓપીડી સારવાર લેતા દર્દીઓમાંથી ૫૯ ટકા દર્દીઓ બેન્ઝોડાયાઝેપાઈન લેતા હતા.

આ દર્દીઓના પેશાબની તપાસ કરીને તેમણે બેન્ઝોડાયોઝેપીનની હાજરી શોધી કાઢી હતી. વધુ ચોîકાવનારું સત્ય તો તેમને પાછળથી દર્દીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું. ઍમાંના ૭૬ ટકા દર્દીઓઍષ ઍક વાર ડોક્ટરે લખી આપ્યા પછી ઍ દવાઓ પોતાની મેળે ડોક્ટરને પૂછ્યા વગર લેતા હતા. તેઓને થયેલા ઍડીકશનની જવાબદારી કોની?

દરેક દવાની આડઅસર તો હોવાની જ. તેમાં અને દવાના અવિચારી ઉપયોગને કારણે થતા આયેટ્રોજેનિક રોગમાં ફરક છે. દવાની આડઅસર (જેમ કે ક્લોરોક્વિન લેવાથી ઉલટી થવી) ઍ રસ્તે ચાલતા ઠોકર લાગવાના જાખમ જેવું છે. જ્યારે દાયકાઓ સુધી કોઈ દર્દીને ઍન્ટીસાઈકોટિક દવાઓ ખવડાવી ખવડાવીને તેને ટારડીવ ડીસ્કાઈનેઝિયા નામનો અતિશય અસહ્ના રોગનો ભોગ બનાવવો ઍ આયેટ્રોજેનિક ડીઝીઝ છે અને તે રોîગ સાઈડ પર ચાલવાથી થતા અકસ્માતના જાખમ જેવું છે.