તમે અને તમારાં બાળકો વિશે થોડુંક

Blogs

  • ડો. મુકુલ ચોકસી

 

૧૬ વર્ષની રૂપા અને ૧૭ વર્ષની સ્મિતા સામસામે રહેતાં હતાં. તેઅો બંને વચ્ચે ખૂબ ગાઢ બહેનપણાં હતાં. અચાનક ઍક દિવસ બંને ઍકસાથે ગુમ થઈ જાય છે. જાતજાતની અટકળો અને તરેહતરેહની અફવાઅો ચાલે છે. પોલીસને ચોપડે ફરિયાદ નોîધાય છે. ચારેબાજુ પૂછપરછ થાય છે. છાપાં બૂમરાણ મચાવી દે છે. છેવટે પાંચેક દિવસ બાદ તેઅો બંને પોતાની મેળે ક્યાંકથી પાછાં ફયા*, પરંતુ મા-બાપને માથે પસ્તાળ પડી. મધ્યમ વર્ગનાં વડીલો માટે સગાવહાલાંઅોને, આડોશીપાડોશીને, અોળખાણપિછાણવાળાઅોને તથા ન્યાતજાતવાળાઅોને જવાબો આપવાનું અઘરું થઈ પડ્યું.
સૌને આ પ્રસંગે પહેલી વાર પ્રશ્ન થાય છે કે છોકરીઅો કેમ ભાગી ગઈ? તેઅો કહે છે, ‘‘અમને બધાં બહુ વઢતાં હતાં. વાતવાતમાં ખિજવાતાં હતાં. અમને ઘરમાં પૂરી રાખવામાં આવતી હતી. અમારી વાત કોઈ સાંભળતું નહોતું’’ બોલકાં સ્વજનો કહે છે, ‘‘તેઅો વંઠી ગઈ છે, સંસ્કાર વગરની છે, નાદાન છે.’’
તો મા-બાપ પોતાની કેફિયત રજૂ કરે છે ઃ ‘‘શું કરીઍ! આજકાલનો જમાનો જ ઍવો છે! આપણું કોણ સાંભળે જ છે! અને આપણે પણ કામધંધા રેઢાં મૂકીને ચોવીસ કલાક શું ઍમની પાછળ પાછળ ફરીઍ?’’
તો વાત આમ છે.
ઍ નવસારીની જાગૃતિ હોય, ભરૂચની દક્ષા હોય કે પછી તાજેતરમાં જ મહિધરપુરા, સુરતમાંથી ભાગી ગયેલ ઝરણા અને ચૈતાલી હોય. આપણે સહુ કોઈ આ પ્રશ્નને તેના મૂળમાંથી ગંભીરપણે સમજવાને બદલે આ રીતે ઉપરછલ્લાં તારણો કાઢીને જ પતાવીઍ છીઍ.
૧૯૮૧માં હાર્વર્ડ યુનિવર્સિટીના ‘સોશિયલ સાઇકોલોજી સ્ટડી ગ્રુપે’ ઍક હેવાલ તૈયાર કર્યો હતો, જેમાં બે ડઝન જેટલા સંશોધકોઍ છેલ્લાં ઘણાં વર્ષોમાં અખબારોઍ પ્રસિદ્ધ કરેલા નાના-મોટા તરેહતરેહના હજારો સામાજિક બનાવોની જાતે તપાસ કરી, ઝીણવટપૂર્વક અભ્યાસ કરી તેનાં તારણો રજૂ કયા* હતાં.
જેમાં જણાવ્યા પ્રમાણે અખબારોમાં મહદ અંશે સામાજિક પરિસ્થિતિનું ખોટું, અતાર્કિક, ક્લિષ્ટ, સપાટી પરનું અને મારીમચડીને વધારે પડતું દેખાડાયેલું ઍકપક્ષી નિરુપણ કરવામાં આવે છે, જેમાં વ્યક્તિ જવાબદાર હોય તેવા કિસ્સાઅોમાં કુટુંબોને, જેમાં કુટુંબ જવાબદાર હોય ઍમાં સમાજને અને જેમાં સમાજ જવાબદાર હોય તેમાં ત્રીજા જ કોઈને કારણભૂત ઠેરવવામાં આવે છે. જુદા જુદા અખબારી અહેવાલોનાં ઉદાહરણો ટાંકીને આ બાબત સ્પષ્ટ કરવામાં આïવી હતી.
જેમકે ‘ઍન્ડોજીનસ ડિપ્રેશન (કે જે બીમારી વારસાગત અને દર્દીના મગજમાં કેમિકલ્સના જૈવ-રાસાયણિક ફેરફારોને લીધે થાય છે)ને કારણે આત્મહત્યા કરી બેસનાર દર્દીના ઇન લા÷ઝ (સાસરિયાંઅો)ને જવાબદાર ગણાવાયાં હતાં. ઍ જ રીતે ઘણાંબધાં ખૂનો કરનાર ‘સાઇકોપેથિક’ પર્સનાલિટીવાળા ખૂનીઅોને પોતાને તેમનાં કૃત્યો માટે કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે તેમના બાળપણમાં તેમના ઉપર થયેલા અમાનુષી અત્યાચારોને અને તેમના વિકૃત ઉછેરને અવગણવામાં આવ્યા હતાં.
ઍ હેવાલ ઍવા નિષ્કર્ષ પર પહોîચ્યો હતો કે ઍબ્ïનોર્મલ અને અસામાન્ય પ્રકારના સામાજિક બનાવો જેવા કે બળાત્કાર, આત્મહત્યા, અવૈધ સંબંધો, ત્રાસજન્ય પરિસ્થિતિ વગેરે બનવા પાછળ અનેક પરિબળો ઍકસાથે કાર્યરત થતાં હોય છે. ઍટલે આપણે આને કે તેને દોષ દઈઍ તે બરાબર નથી.
દાખલા તરીકે ઘરેથી ભાગી જનાર તરુણીઅો રૂપા અને સ્મિતાના કિસ્સામાં પણ અનેકાનેક પરિબળોઍ ભાગ ભજવ્યો હતો. સૌપ્રથમ તો તેઅોની વય. તેઅોની અવસ્થા. પંદર-સોળની ઉંમરે બાળકો તારુણ્ય અને પુખ્તતાની મધ્યમાં ઊભાં હોય છે. આથી તેઅોમાં બાળપણની જીદ, હઠ તથા અપરિપક્વતાની સાથે સાથે પુખ્ત વયનું જામ, કંઈક કરી છૂટવાની ધૂન, પોતાનું આગવાપણું શોધવાની તથા સ્થાપવાની તમન્ના વગેરે હોય છે. તેઅો જીવનના ઍક ઍવા સંધિપ્રદેશ / સંધિકાળમાં આવી પહોîચ્યાં હોય છે, જ્યાંથી તેમણે પોતાનું પોતીકાપણું સિદ્ધ કરવાનું હોય છે, પોતાની ‘ઇન્ડિવિજ્્યુઆલિટી’ ઍસ્ટાબ્લિશ કરવાની હોય છે. બરાબર ઍ જ સમયે સમાજ તેમને સમસામયિક ધોરણો અને મૂલ્યોના ઢાંચામાં ઢાળી દેવા પ્રયત્ïનશીલ રહેતો હોય છે. આથી સ્મિતાઍ સ્મિતા બનવા માટે અને રૂપાઍ રૂપા થવા માટે સંઘર્ષ કરવો પડે છે.
ઍરિક ઍરિક્સન નામના ઍક મોટા ‘નીઅોસાઇકોઍનાલિસ્ટ’ જેને ‘આઇડેન્ટિટી વર્સીસ રા÷લ ડિફયુઝન’નો તબક્કો કહેતા’તા તે આ તબક્કો છે. આ સંઘર્ષમાંથી કોઈક વ્યક્તિ પોતાનું ‘સ્વત્વ’, ‘નિજીપણું’ ‘આઇડેન્ટિટી’ ઉપસાવી શકે છે, તો કોઈક તેવું ન કરી શકવાથી વ્યાપક સામૂહિકતામાં કે ચાલુ પ્રવાહમાં જાતરાઈ જાય છે. અને કેટલાકમાં ઍ સંઘર્ષ સતત કોઈ ને કોઈ સ્વરૂપે ચાલુ રહે છે.
જેમકે આવા ‘આઇડેન્ટિટી વર્સીસ રા÷લ ડિફયુઝન’ના સંઘર્ષનો ભોગ બનેલો અઢાર વર્ષનો ‘જીમી’ હીરો હોન્ડા જેવી મોટરબાઇક ઉપર ઍîસી કિલોમીટરની ઝડપે જાખમી ડ્રાઇવિંગ કરી નોખા દેખાવાનો પ્રયત્ïન કરે છે અને ઍ રીતે પોતાનું ‘જીમી’પણું સિદ્ધ કરવા મથે છે. તો સોળ વર્ષની શાલુ દર અઠવાડિયે પોતાની હેરસ્ટાઇલ બદલીને પોતાના મિત્રવર્તુળમાં અનોખી છાપ ઉપસાવવા પ્રવૃત્તિશીલ રહે છે. ‘જીમી’ અને ‘શાલુ’ના આ પ્રયત્ïનો તેમના બહિર્મુખી સ્વભાવને કારણે પોતાની બાહ્ના, જાઈ શકાય ઍવી ‘આઇડેન્ટિટી’ સ્થાપવા માટેના હતા. જ્યારે અઢાર વર્ષનો હૃષિકેશ સિતાર વગાડીને અને ઍ જ ઉંમરની પરેશા પેઇન્ટિંગ કરીને પોતાની અોરિજિનાલિટી સર્જવામાં વ્યસ્ત રહે છે, કેમકે તેઅો અંતર્મુખ (ઇન્ટ્રોવર્ટ) છે. આમ અંતે તો પુખ્તતાને ઉંબરે ઊભેલા દરેક તરુણ / તરુણીને તેમની ‘સ્ટ્રગલ ફા÷ર આઇડેન્ટિટી’ અને ‘ક્વેસ્ટ ફા÷ર અોરિજિનાલિટી’ માટે કોઈ ને કોઈ આધાર જાઈતો હોય છે. પછી ઍ જીમીનું હોન્ડા હોય, શાલુની હેરસ્ટાઇલ હોય કે હૃષિકેશની સિતાર હોય કે પરેશાનું કેનવાસ હોય. આ બધી વસ્તુઅો તેઅો માટે અહમનો પર્યાય અથવા ‘ઇગો પ્રોસ્થેસીસ’ બની જાય છે.
ખૂબ નાનાં બાળકોને જ્યારે તેમનાં વડીલો ચોક્કસ રીતે વર્તવાનું સૂચવે છે ત્યારે તેમનામાં વિરોધ કરવાની, અવરોધ સર્જવાની, અવગણના કરવાની, ઉપરવટ જવાની તથા કહ્નાં ન કરવાની વૃત્તિ પ્રબળપણે પ્રગટતી હોય છે. આ ‘અોપોઝિશનલ; ‘ડિફાયન્ટ’ વર્તન અમુક હદે ના÷ર્મલ હોય છે, પણ જ્યારે તે હદથી વધી જાય છે ત્યારે રોગ બની જાય છે.
તરુણોમાં પણ આ વૃત્તિ સાહજિકપણે હોય છે. આમાં પાછું પ્રયોગાત્મક વલણ (ઍક્સપેરિમેન્ટેશન) ભળે છે. આથી છાશવારે તેમને ટોકવામાં આવે છે અને તેઅો પોતાની પ્રગટવાની, પ્રગટાવવાની ઉંમર હોવાથી પોતાનો વિરોધ પણ પ્રબળપણે વ્યક્ત કરે છે. જે વિરોધ સ્મિતા, રૂપાના ભાગી જવાના કૃત્યમાં દેખાય છે. જે વિરોધ આપણે રોજ રોજ ‘રાજુના સ્કૂલે ન જવામાં, અમિતના વહેલા ન ઊઠવામાં’ જાઈઍ છીઍ. આપણે તેઅોને જેટલા વધુ પ્રસ્થાપિત બિબામાં ઢાળવા જઈઍ છીઍ, તેટલાં તેઅો વધુ ને વધુ ‘ઍન્ટીઍસ્ટાબ્લિશમેન્ટ માઇન્ડેડ’ થતાં જાય છે.
આ સંદર્ભમાં ઍક પ્રસંગ જાવા જેવો છે. કિશોર વયના ઉદિતને તેના પિતા ઘરની બહાર જ ન નીકળવા દેતા. કારણ? તો કહે ઍ બહાર નીકળે તો મિત્રો બનાવે અને મિત્રો બને તો કોઈક ખરાબ કંપની મળી જાય. અને તેમ થાય તો બુરી લત લાગી જાય. ઍના કરતાં ઘરમાં જ શું ખોટો? ઍ ઉદિત ઍક દિવસ કપડાં, ચોપડા લઈને ઘરની બહાર નાસી ગયો તે ઘણા લાંબા સમય સુધી પાછો જ ન ફર્યો. આમ ઉદિતે ‘રિબેલ’ કર્યો અને સામા છેડાનું વર્તન કયુ*. ઍના કરતાં ત્રિભોવનદાસે થોડી ધીરજ રાખી હોત કે ખરાબ ટેવ પડે ત્યારે જ ઍને વાર્યો હોત તો દીકરો ગુમાવવાનો વારો ન આવતે. ‘કમ્પલીટ સપ્રેશન’ અને ‘ટોટલ પ્રોહિબિશન’ કરતાં ‘ગાર્ડેડ પરમિસિવનેસ’ હંમેશાં વધારે ફળદાયી નીવડતી હોય છે.

પણ આપણે ઘરમાંથી બાગી ગયેલી સ્મિતા અને રૂપાની વાત કરતાં હતાં. તેઅોનાં પિતાઅો તરફથી તો કોઈ દાબદબાણ કે કારાવાસ નહોતા. તો પછી તેઅો કેમ ભાગી ગયાં? આનો ઉત્તર મેળવવા ચાલો ઍક બીજા પ્રસંગ જાઈઍ. ડા÷લી તેના ધનવાન પિતાની સૌથી નાની પુત્રી હતી. તેની વીસમી વર્ષગાંઠ. તેના પપ્પાઍ મહેમાનોનો ઝમેલો કર્યો હતો પણ તે બધા પપ્પાના ‘બિઝનેસ ઍક્વેઇન્ટન્સીસ’ હતા. ‘પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટસ’ હતા. પપ્પાના ધંધાકીય સ્વાર્થ સાથે સંડોવાયેલા અોળખીતાપાળખીતા જ હતા. તેમાંના કોઈને ડા÷લી કે તેના જગતમાં જરાય રસ નહોતો. ઍના પિતાને સુધ્ધાં નહીં ! ડા÷લી ઍક સિમ્બોલ હતી, પ્રતીક હતી- બિઝનેસનું, પ્રતિષ્ઠાનું, સામાજિક મોભાનું, આવતી કાલની રિદ્ધિસિદ્ધિનું; જે ડા÷લીનું મૂંઝવતું હતું. તેનું કારણ ઍ હતું કે ડા÷લી જિંદગીના ઍક નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી હતી. ‘ઍરિકસોનિયન’ લેîગ્વેજમાં જેને ‘ઇન્ટિમસી વર્સીસ ડીસ્પેર’નો ગાળો કહેવાય છે. આ તબક્કામાં વ્યક્તિ પ્રેમમાં પડે છે. તેને કોઈના સામિપ્યની, કોઈની નિકટતાની, કોઈના સાંનિધ્યની ઉત્કટ ઝંખના થાય છે અને ઍવું કોઈ પાત્ર મળી જાય તો વ્યક્તિ લાગણીમય સંબંધો બાંધી બેસે છે. ‘ઍટેચમેન્ટ બોન્ડ’ની સ્થાપના કરે છે. સહવાસ, હૂંફ તથા ઉષ્માસભર શબ્દોની આપ-લેમાં જ ઍ જીવે છે. ઍ જ ઍનું સર્વસ્વ થઈ જાય છે.
જા આવો સંબંધ વિકસાવી શકાય તો વ્યક્તિના જીવનનો આ ‘ઇન્ટિમસી વર્સીસ ડિસ્પેર’નો તબક્કો, ‘ઇન્ટિમસી’ની સ્થાપના થઈ શકવાથી પોઝિટિવ દિશામાં, સંતોષપ્રદ રીતે આગળ વધે છે. પરંતુ જા કોઈ વ્યક્તિ આ ગાળામાં ‘ઇન્ટિમસી’ભર્યા સંબંધો વિકસાવી ન શકે તો તે વ્યક્તિ નિરાધારપણાનો, ઍકલતાનો, હતાશાનો તીવ્ર અનુભવ કરે છે. ઍકાંતના ઍકદંડિયા મહેલમાં કોઈના પ્રેમભર્યા આધાર વિનાનો તેનો ખાલીપો ઝૂરતો રહે છે. આ ‘ડિસ્પેર’ની અવસ્થા છે, જેમાં વ્યક્તિ ‘ઇન્ટિમેટ હીટેરોસેક્સ્યુઅલ રિલેશનશીપ’થી વંચિત રહી જાય છે.
આપણે જેની વાત કરતા હતા તે વીસ વર્ષની ડા÷લી આવી આત્મીયતા કોઈની સાથે કેળવી શકી નથી. આથી તે પ્રેમ માટે માતા-પિતા તરફ વળે છે. તો ત્યાંથી પણ જાકારો મળે છે. છેવટે તેનું વર્તન દયામણું બની જાય છે. તે હમેશાં કોઈની ને કોઈની મૈત્રીની શોધમાં ભટકતી રહેતી જાવા મળે છે. અજાણી વ્યક્તિ સાથે તે ગમે ત્યાં જવા તૈયાર થઈ જાય છે. કોઈ જરા પણ રસ દાખવે તેના ઉપર તે વધુ પડતો આધાર રાખતી થઈ જાય છે. તે તીવ્રપણે સૌને પોતીકા બનાવવા પ્રયત્ïનશીલ રહેતી થઈ જાય છે અને ઍમાંય સફળતા ન મળવાથી તે સિગારેટ તરફ, શરાબ તરફ, ગાંજા તરફ વળી જાય છે. આમ ‘આત્મીયતા’નું સ્થાન ‘વ્યસન’ લઈ લે છે. તો આ થઈ ડા÷લીની વાત, જે વધુ પડતા ‘પરમિસિવ’ કે ‘સપ્રેસિવ’ ઉછેરનો નહીં, પરંતુ ‘નિગ્લિજન્ટ’ ઉછેરનો ભોગ બની હતી.
પરંતુ ઘરેથી અોચિંતી ભાગી જનાર રૂપા કે સ્મિતાના કિસ્સામાં છેક ઍવું નહોતું. તેમના વાલીઅો તેમની દીકરીઅોને લાડપ્યારથી છેક જ વંચિત રાખતાં હતાં ઍવું નહોતું. તો પછી ઍ છોકરીઅોઍ આવું શું કામ કયુ* હશે?
આનો ઉત્તર મેળવવા આપણે તરુણ / કિશોર વયનાં છોકરાછોકરીઅોની મનોસ્થિતિ સમજવી જરૂરી છે. રૂપા-સ્મિતાના ભાગી જવાના કિસ્સામાં ઉપરનાં તમામ પરિબળોઍ અને ઍ સિવાયનાં પણ અનેક પાસાંઅોઍ ભાગ ભજવ્યો હતો.
સૌપ્રથમ તો ઍ કે તેઅો બંનેની મૈત્રી થવા માટે સામસામે આવેલાં તેમનાં ઘરો, સરખી ઉંમર, ઍક જ સ્કૂલમાં ભણતર, તેઅો બંનેનાં વડીલોનું સરખા પ્રકારનું સામાજિક સ્ટેટસ વગેરે કારણભૂત હતાં. આને લીધે તેઅોની દિનચર્યા તથા પ્રવૃત્તિઅો જ નહીં તેઅોની જીવનરીતિ તથા વિચારસરણી પણ ઍકમેકની પૂરક બની ગઈ હતી. આને કારણે બંને સહેલીઅો ઍકમેકની વધુ નજીક આવી. હવે તેઅોના વ્યવહારમાં માત્ર સામ્ય અને સરખાપણું જ નહોતા, ઍક-મેકનો ઍકમેક ઉપરનો પ્રભાવ પણ હતો. આમ ધીમે ધીમે તેઅો ખૂબ જ સાહજિક રીતે, જાણ્યેઅજાણ્યે સહજીવન જીવતી થઈ ગઈ. તેઅોની પસંદગી, તેઅોની સમજ, તેઅોની રીતભાત ઘડાતાં ઘડાતાં ઍકસરખાં થવા માંડ્યાં.
આને સાઇકોલોજીની ભાષામાં ‘રા÷લ મા÷ડેલિંગ’ કહેવાય છે. ઍટલે કે જાઈ જાઈને કરવું, પ્રભાવિત થઈને જાણ્યે-અજાણ્યે શીખવું. બીજાનાં મૂલ્યો, ધોરણો, વિચારો, આદર્શો આપણે આ રીતે અપનાવતાં હોઈઍ છીઍ. બાળપણમાં અને શરૂ શરૂની તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઅો ખૂબ ‘સજેસ્ટિબલ’ હોય છે. રૂપા અને સ્મિતાનું વર્તન પણ ઍકમેક ઉપરના પ્રભાવને કારણે ‘શેઇપિંગ’ પામતું પામતું ઍકબીજા જેવું થઈ ગયું. આ મા÷ડેલિંગનો પ્રભાવ ખૂબ વ્યાપક હોય છે. ઍકમેકના વર્તનમાંથી જાઈ જાઈને લોકો સુવાવડ દરમિયાન વધુ પડતી પીડા અનુભવતાં ય થઈ શકતાં હોય છે. તો સામે છેડે, અમુક સાબુ વાપરવાથી માંડીને ક્રાન્તિ કરવા સુધી જઈ શકતા હોય છે.
હવે બને છે ઍવું કે રૂપા-સ્મિતા બંનેના પિતાઅો ‘અપવર્ડલી પ્રોગ્રેસિંગ મિડલ કલાસ કલ્ચર’ના પ્રતિનિધિ સમા હતા. તેઅો ‘ઍમ્બિશિયસ’ અને વધુ પડતા ‘સ્ટેટસ કા÷ન્શિયસ’ હતા. તેમનો મોટા ભાગનો સમય ‘કા÷ન્ટેક્ટ્સ મેઇન્ટેઇન’ કરવામાં જ જતો. પરિણામે ઍકતરફ તેઅો તેમની દીકરીઅો ઉપર પૂરતું ધ્યાન તથા સમય નહોતા આપી શકતા, તો બીજી તરફ દીકરીઅો અંગે કોઈ ફરિયાદ આવે તો તેઅો સામાજિક પ્રતિષ્ઠાના વિચારે અકળાઈ ઊઠતા અને ઍવી ‘અોવરવ્હેલ્મિંગ’ મનોદશામાં તેઅો દીકરીઅો ઉપર કાં તો ચીડવાઇ જતા અથવા ગુસ્સો કરતા અથવા તેમનાથી વધુ વિમુખ થઈ જતા. આમ અંતે રૂપા અને સ્મિતાઍ પોતાનો રસ્તો પોતે જ કાઢવાનો રહેતો.
‘ઍડોલેસન્ટ ઍઇજ’ (તરુણાવસ્થા)માં બીજીય કેટલીક વસ્તુઅો મહત્ત્વની હોય છે, જેમ કે રૂપા, સ્મિતા જેવી આ ઉંમરની તરુણીઅો જ્યારે ‘સોશિયલી કોર્નર્ડ અથવા ‘સ્ક્વિઝડ’ થઈ જાય છે ત્યારે ઉતાવળું, અવિચારી પગલું ભરી બેસે છે. જા તેઅોને આવી પરિસ્થિતિમાં કોઈ નજીકની વ્યક્તિનાં સલાહ-સૂચન તથા માર્ગદર્શન ન મળે તો તેઅો નકારાત્મકતા (ડિનાયલ), ભાગેડુ વૃત્તિ (ઍસ્કેપિઝમ), ટાળવાની વૃત્તિ (ઇવેઝન અને ઍવોઇડન્સ) તરફ વળી જાય છે. અને ઍના પરિણામે સમજ્યાવિચાર્યા વગરનું કાર્ય કરી બેસે છે (ઍક્ટિંગ આઉટ).
વળી, આજના ‘ફેમિનિસ્ટ ઍક્ટિવિટીઝ’ના જમાનામાં, વાંચતી લખતી છોકરીઅોના મનમાં સ્ત્રીસ્વાતંત્ર્યની ભાવના અવશ્ય હોય છે, પરંતુ અપરિપક્વ ઉંમર અને ઉછેરને કારણે તેઅોના મનમાં સ્વાતંત્ર્યની કેવળ ‘ભાવના’ હોય છે, ‘સમજ’ નથી હોતી. આપણે જે ચર્ચી રહ્ના છીઍ તે બે છોકરીઅોના કિસ્સામાં પણ આવું જ બન્યું. રૂપા અને સ્મિતા ઉપર જ્યારે જ્યારે ‘ડિસીપ્લિન’માં વર્તવાનું દબાણ આવતું ત્યારે ત્યારે તેઅોને પોતે સ્ત્રીજાતિની હોવાથી આમ થઈ રહ્નાં છે ઍવા વિચારો આવતા. અને ‘સ્ત્રીઅો પણ સમાજમાં ઍકલી માનભેર, સ્વતંત્ર જીવી શકે’ ઍવી આદર્શ પરિસ્થિતિની તેઅો કલ્પના કરતાં. આવા ‘આદર્શ’ને પરિણામે, તેઅોને જા તક મળે તો અલગ થઈને મુક્ત જીવન જીવી લેવામાં કશું અનૌચિત્યપૂર્ણ ન લાગતું. તેમાં વળી આવી કહેવાતી મુક્ત સ્ત્રીઅોનાં જીવનચરિત્રોને મળતી પબ્લિસિટીથી તેઅોના અર્ધવિકસિત યુવા માનસમાં ‘સ્વતંત્ર જીવન’ વિષેના કેટલાક ‘શ્યુડોસ્ટાન્ડર્ડસ’, ભ્રામક ધોરણો ઘર કરી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે.
અને આવા ‘સોશિયોઇમોશનલી ચાર્જ્ડ’ વાતાવરણમાં રૂપા અને સ્મિતાના જીવનમાં ઍક તદ્દન અણધારી, અભૂતપૂર્વ ચોîકાવનારી, અંગત ઘટના બને છે. ઍક સાંજે બંને સહેલીઅોને શોપિંગ કરીને ઘરે પાછાં ફરતાં થોડું મોડું થઈ ગયું. રૂપાના પિતાજીઍ તેને કડવાં વેણ સંભળાવ્યાં અને સ્મિતા વિષે પણ તેમણે ઘસાતી વાત કહી. રૂપા આઘાતમાં ને આઘાતમાં પિતા સમક્ષ કંઈ જ બોલી ન શકી. પણ તે રાત્રે તે રિસાઈને પોતાને ઘરે પાછી ન ગઈ. સ્મિતાના જ ઘરે, તેના જ રૂમમાં રહી પડી.
તે રાત્રે તેને જે અનુભવ થયો તે ઍની જિંદગીમાં સૌથી વધુ તણાવપૂર્ણ અને રોમાંચપૂર્ણ અનુભવ હતો. તે પપ્પાની ફરિયાદ કરતાં રડી રહી હતી. સ્મિતાના રૂમમાં તે અને સ્મિતા ઍકલાં જ હતાં. સ્મિતા તેને છાની રાખવાના પ્રયત્ïનમાં વાંસે હાથ ફેરવી સાંત્વના આપી રહી હતી. છતાં રૂપાને ચેન પડતું નહોતું. તે ડૂસકાં ભરતી જતી હતી. સ્મિતાઍ છેવટે તેને પોતાના ખોળામાં સુવાડી દીધી. પછી હળવે હળવે પસવાર્યા કરી.
અચાનક રૂપાના મનમાંથી ઍક તીવ્ર ઇચ્છાનું લખલખું દોડી ગયું. તેનાંં ડૂસકાં બંધ થઈ ગયાં. પોતાને થયેલી ઇચ્છાથી પહેલાં તો પળભર તે ડરી ગઈ. પણ તરત જ મનમાં ફરી ઍક ઉછાળો આવ્યો. તેણે હિંમત ઍકઠી કરી લીધી. રૂપાનો હાથ અચાનક સ્મિતાની કમર ફરતે વીંટળાયો અને બીજી જ ક્ષણે તે સ્મિતાને જારથી વળગી પડી. તે હજુ આગળ કંઈ વિચારે કે કરે તે પહેલાં જ સ્મિતાઍ આગળ પહેલ કરી. બંનેના હોઠો ઍક દીર્ઘ ચુંબનમાં ગૂંથાઈ ગયા. છેક અડધો કલાક પછી જ્યારે તેઅો અળગાં થયાં ત્યારે ઍકમેકની આંખમાં આંખ મેળવતાં તેમને શરમ લાગી. પરંતુ ત્યારેય તેમને નહોતી ખબર કે ઍ ઍમની જિંદગીનો પહેલો ‘હોમોસેક્સ્યુઅલ ઍન્કાઉન્ટર’ હતો.
ત્યાર બાદ તો તેઅો ઍકબીજાની સાથે ને સાથે જ રહેવા માંડ્યાં તે. ઍટલે સુધી કે તેમનાં વડીલોને પણ શંકા જવા માંડી કે આ છોકરીઅો વચ્ચે કશુંક અજુગતું તો નથી રંધાઈ રહ્નાં ને! પરંતુ વડીલોને ખ્યાલ નથી રહેતો કે આ ઉંમરે ધાકધમકીની વિપરીત અસર થતી હોય છે. તેને કારણે તો આ છોકરીઅો ઍકમેકની વધુ નજીક આવી. વડીલોને ઍ ય નહોતી ખબર કે ઍકાદ છૂટોછવાયો સજાતીય અનુભવ થવાથી કંઈ વ્યક્તિ જીવનભર સજાતીય જીવન જીવતી નથી થઈ જતી અને વડીલોને ઍ ય ન સૂઝ્યું કે તેમની અબુધ બાળકીઅોને તેમના પ્રશ્નો વિષે, તેમની મૂંઝવણો વિષે, તેમની અનુભૂતિઍ વિષે બેચાર પ્રશ્નો પૂછીઍ, બે-ચાર ઉકેલો સૂચવીઍ અથવા અમથી અમથી ય બેચાર મિનિટ વાતો કરી જાઈઍ. વડીલો – ઇન શોર્ટ – નોનજજમેન્ટલ’ નથી બની શકતાં હોતાં.
અને ઍ જ તો મુદ્દો હતો. ‘ફેમિનિસ્ટ ઍરા’માં ઊછરેલી ‘અપવર્ડલી મોબિલાઇઝિંગ પેરન્ટ્સ’ની ‘ઍડોલેસન્ટ’ છોકરીઅો સ્મિતા અને રૂપા, પોતાના જીવનમાં લાગણીશીલ, આવેશમય, અર્ધપરિપક્વ ગાળામાં ‘પેરન્ટલ નિગ્લેક્ટ’ તથા વડીલોના બેજવાબદાર વર્તનને કારણે પોતાની અધૂરપો, પોતાની ખોડ-ખાંપણોને વળોટી જવાને બદલે તેના વિષચક્રમાં ઊંડે ને ઊંડે ખૂંપતી ગઈ અને ઍક દિવસ ઍવો આવ્યો કે તેઅો ઘર છોડીને ભાગી ગઈ.
પણ આમાં વડીલો ઉપર દોષ ઢોળી દેવાનું ય પૂરતું નથી. વડીલોને ઍ સમજાવવું જરૂરી છે કે બાળકો વડીલોમાં પોતાના ભવિષ્યના સ્વરૂપને ‘આઇડેન્ટિફાઇ’ કરતાં હોય છે. આથી તેમને માટે ‘આઇડેન્ટિફિકેશન’ થઈ શકે ઍવાં ‘રા÷લ મા÷ડેલ’ પૂરા પાડવા જરૂરી છે. વડીલોને સમજપૂર્વક, સ્વસ્થતાથી પ્રશ્નો ઉકેલાતાં જાશે તો બાળકો આપોઆપ તેમ કરવાનું શીખશે.
ઘણીવાર વડીલો દેખીતી રીતે જ વાંકમાં હોવા છતાં પણ તેમને સમજવાનું અને તેમનાં અંગત જીવન વિષે માહિતી મેળવવાનું કેટલું જરૂરી હોય છે તે દર્શાવતું ઍક ઉદાહરણ જાવા જેવું છે. દસ વર્ષનો રાજુ અચાનક ઘરેથી ભાગી જાય છે. ચારેક દિવસ પછી ઍ જ્યારે મામાને ત્યાંથી પાછો ફરે છે ત્યારે બધી હોહા શાંત પડે છે. થોડું ઘણું ધમકાવી, પટાવીને ઍને ફરીથી સ્કૂલે મોકલવાનું શરૂ કરવામાં આવે છે. પણ બીજે જ મહિને તે ફરી ઘરમાંથી ભાગી જાય છે. સંજાગવશાત આ વખતે તેમના અોળખીતા ઍક ડા÷ક્ટરની નજરે તે ચડી જાય છે. રાજુને રેલવે પ્લેટફોર્મ ઉપર રખડતો જાવાથી ડા÷ક્ટરને શંકા પડે છે અને તેઅો તેને પાછો લાવે છે, પરંતુ તે પહેલાં ડા÷ક્ટર તેને પોતાને ઘરે લઈ જાય છે અને તેની પાસે વહાલથી વાત કરાવડાવે છે. વાત કરતાં કરતાં રાજુ રડવાનું શરૂ કરે છે અને પોતાની વીતક સંભળાવે છે.
રાજુને ઘરે ઢોરમાર મારવામાં આવતો હતો. તેના પિતા ખૂબ ઘાતકી અને ક્રૂર હતા. ઉપરથી સંસ્કારી જણાતા તેના પિતા લગભગ રોજ રાત્રે રાજુને ભયંકર માનસિક અને શારીરિક ત્રાસ આપતા. રાજુની મા પણ પિતાના ધાકથી કંઈ જ બોલતી નહીં. આ જ ધાકને લીધે રાજુઍ અત્યાર સુધી આ વાત તેના મામા, કાકા કે અન્ય કોઈને ય કહી નહોતી. તેણે ડા÷ક્ટરને પોતાની પીઠ ઉપર પડેલા સોળ બતાવ્યા. તે પહેલાં જ ડા÷ક્ટરને ખાતરી થઈ ગઈ હતી કે રાજુ ‘ચાઇલ્ડ ઍબ્યુઝ’નો કેસ હતો.
આપણા સમાજમાં ‘ચાઇલ્ડ ઍબ્યુઝ’ બહુ સામાન્ય હોવા છતાં તેની ગંભીરતા કોઈ સમજતું નથી. વિદેશમાં ‘ચાઇલ્ડ ઍબ્યુઝ’ના કેસોની જાણ ડા÷ક્ટરોઍ સરકારને, કાયદાને અથવા પોલીસને અનિવાર્યપણે કરવી પડતી હોય છે. (નોટિફાયેબલ).
આવા ક્રૂર, ઘાતકી અને દારૂડિયા પિતાઅો ઉપર આપણને તિરસ્કાર ઊપજે. પરંતુ પેલા ડા÷ક્ટરે રાજુને ઘરે પહોîચાડ્યા બાદ, આવો તિરસ્કાર વ્યક્ત કરીને વાત પૂરી ન કરી દીધી. તેઅોઍ રાજુના પિતા સાથે બે ત્રણ મુલાકાતો કરી અને તેઅોની તથા રાજુની મુશ્કેલીઅોની વિગતે ચર્ચા કરી.
અને તેમના આડ્ઢર્ય વચ્ચે તેમને જે માહિતી મળી તે કંઈક આવી હતી. રાજુના પિતાને પોતાને પણ રાજુને મારપીટ કરવામાં આનંદ નહોતો આવતો. ઊલટું તેઅો પોતાના આવા વલણથી ખૂબ જ ‘ગિલ્ટ’ દોષભાવ અનુભવતા હતા. છતાં તેઅોનો પોતાના ગુસ્સા તથા આવેશ ઉપર કોઈ કાબૂ નહોતો. વધુ ઍક મુલાકાતમાં ડા÷ક્ટરને હજી ય વધારે ઉપયોગી માહિતીઅો મળી. રાજુના પિતાનું પોતાનું બાળપણ જ ખૂબ ભયાવહ, કષ્ટદાયી, પીડાકારક દશામાં વીત્યું હતું. તેમને મા-બાપનો પ્રેમ તો શું, ઉપરછલ્લો આવકાર કે સહકાર પણ મળ્યો નહોતો. તેમના પિતા મૂંગાં પ્રાણીઅો ઉપર પણ માત્ર આનંદ માટે અત્યાચાર કરતા. ઍમની સાથે વીતેલાં પંદર વર્ષોઍ રાજુના પિતાને જડ, આત્મકેન્દ્રી, પાશવી બનાવી દીધેલા.
આમ પોતાના પિતા ઉપરનો દબાયેલો ક્રોધ રાજુના પિતાઍ અજાણપણે રાજુ ઉપર ઠાલવવા માંડ્યો હતો. અને ઍટલે જ ઘરેથી ભાગી જતાં બાળકો ઉપરાંત, પોતાના અભ્યાસમાં અકારણ પાછળ પડી જતાં, ભૂખ્યાં રહીને વજન ગુમાવી બેસતાં, નાની નાની વાતોમાં ડરી જતાં, વારંવાર શારીરિક બીમારીને કારણે ડા÷ક્ટરો પાસે લાવવા પડતાં તમામ બાળકો અંગે વિચારતી વખતે પહેલો વિચાર તેમનાં વડીલો સાથેના તેમના સંબંધો અંગે કરવો પડતો હોય છે.
દરેક માબાપે બાળકો વિષે આટલી સંવેદનશીલતા, જાગરુકતા અને ખેવના રાખવી જ જાઈઍ. આટલી કાળજી રાખનાર માબાપનાં બાળકો ભાગ્યે જ કોઈ કુટેવ, કુછંદ કે બીજી માનસિક બીમારીનો ભોગ બને. સાવ નાની ઉંમરનાં બાળકો સાથે હસવું, બોલવું – રમવું, ઍમને વાર્તાઅો કહેવી, ઍમના ગાંડા-ઘેલા સવાલોના જવાબ આપવા, નદી કિનારે, ડુંગરાઅો પર, બાગ-બગીચામાં ફરવા લઈ જવા, પતંગિયાં, પક્ષીઅો, પ્રાણીઅોની સૃષ્ટિનું દર્શન કરાવવું. થોડા મોટા થયે ઍમના મિત્ર બની રહેવું, ઍમની નાની-મોટી મૂંઝવણો સમજવી, અગાધ પ્રેમ-હૂંફ આપવા, સલામતી અને સગવડ બક્ષવાં અને ઍ રીતે ઍમના મુક્ત અને તંદુરસ્ત વિકાસમાં સહભાગી બનવું ઍ ભગવાનને પૂજવાથી યે વધુ મહત્ત્વનું કાર્ય છે.